ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 50 વિદેશી હથિયારો સાથે 11 આરોપીઓની કરી ધરપકડ

0
8

ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ATSએ મોરબી અને કચ્છ જિલ્લામાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. 50 જેટલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે આ સાથે 11 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મળતી વિગત મુજબ, આ હથિયારો વિદેશી હોવાનું સામે આવ્યું છે. ATSએ દરોડા દરમિયાન બે કરોડનો રૂપિયા પણ જપ્ત કર્યા છે. જો કે અધિકારીઓએ આ મામલે વધુ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.

 

સુત્રો મુજબ, ATSને ગેરકાયદે હથિયારો હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદે વિદેશી હથિયારો મળી આવ્યા હતા. જણાવી દઇએ આ પહેલા પણ ATSએ હથિયારોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વિદેશી હથિયારો જપ્ત કર્યા હતા. ATSએ સોરાષ્ટ્ કચ્છમાંથી કુલ નવ આરોપીઓની 54 જેટલા હથિયારો અને 44 જેટલા જીવતા કાર્ટુસ સાથે ધરપકડ કરી હતી.