ગુજરાતને મોદીની વધુ એક સરપ્રાઈઝ

0
16

નવી દિલ્હીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત માટે વધુ એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારત આવી રહ્યા છે.

તેમાં તેઓ ગુજરાતની મુલાકાત લેશે અને તેઓ તા.૨૫ ફેબ્રુ.ના અમદાવાદમાં હાઉડી મોદી સ્ટાઈલનો ‘હાઉડી મી.પ્રેસિડેન્ટ’ કાર્યક્રમ યોજી રહ્યા છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસમાં હ્યુસ્ટનમાં ‘હાઉડી-મોદી’ કાર્યક્રમ યોજયો હતો અને તે સુપર હિટ બની રહ્યો છે.
હવે ટ્રમ્પ ભારતમાં તેમની મુલાકાત સમયે અમદાવાદમાં આ એક કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. અમદાવાદમાં ટ્રમ્પ અને મોદી સંયુક્ત રીતે મોટેરામાં વિશ્ર્વનું જે સૌથી મોટુ સ્ટેડીયમ બંધાયુ છે તેનુ ઉદઘાટન કરશે. આ સ્ટેડીયમ ગુજરાત ક્રિકેટ એસો. દ્વારા બાંધવામાં આવ્યું છે અને ત્યાં જ ‘હાઉડી મી.પ્રેસિડેન્ટ’ કાર્યક્રમ યોજાશે જે અંગે તૈયારીઓ શરુ થઈ ગઈ છે. દિલ્હીમાં ટ્રમ્પ મોદી સાથે શિખર મંત્રણા યોજશે. તેમનો કાર્યક્રમ બે દિવસનો હશે અને તેમાં દિલ્હી-અમદાવાદનો સમાવેશ થશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા ચીનના રાષ્ટ્ર પ્રમુખ જીન પિંગને અમદાવાદની મુલાકાતે લઈને આવ્યા હતા અને બાદમાં જાપાનના વડાપ્રધાન પણ અમદાવાદની લઈ ચૂકયા છે. આમ વૈશ્ર્‌વિક મહાનુભાવોને ગુજરાતની મુલાકાતે લાવીને રાજયનું ગૌરવ વધાર્યુ છે અને અમેરિકાના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવે છે તે સૌથી મોટી ઉપલબ્ધી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here