ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી ટી-20, વિન્ડીઝ વિરુદ્ધ વિદેશમાં 8 વર્ષ પછી સિરીઝ જીતવાની વિરાટ સેનાને તક

0
45

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત-વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટી-20 સિરીઝની બીજી મેચ આજે અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. ભારતે પ્રથમ 4 વિકેટે જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. વિરાટ સેનાની નજર હવે વિન્ડીઝ વિરુદ્ધ વિદેશમાં 8 વર્ષ પછી સિરીઝ જીતવા પર છે. છેલ્લે ભારત 2011માં વેસ્ટ ઇન્ડિઝમાં 1-0થી સિરીઝ જીત્યું હતું. ભારત છેલ્લી 4 ટી-20થી વિન્ડીઝ સામે અપરાજિત છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટી-20માં 12 વાર એકબીજા સામે ટકરાયા છે. ભારતે 6 અને વિન્ડીઝે 5 મેચ જીતી છે, જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. 2016માં ફ્લોરિડા ખાતેની 2 મેચની સિરીઝ ભારત 0-1થી હાર્યું હતું. પ્રથમ મેચમાં એવીંન લુઈસની સદીથી વિન્ડીઝે 246 રન કર્યા હતા. જવાબમાં લોકેશ રાહુલની સદી છતાં ટીમ 1 રને હારી હતી. બીજી મેચમાં પરિણામ આવ્યું ન હતું. ગઈ કાલે ભારતે વિન્ડીઝને 4 વિકેટે હરાવ્યું હતું.

વેધર અને પિચ રિપોર્ટ: ફ્લોરિડામાં વાદળછાયું વાતાવરણ રહેશે। મેચમાં વરસાદની સંભાવના છે. ગઈ કાલે બોલ અટકીને આવ્યો હોવાથી બેટિંગમાં તકલીફ થઇ હતી. આજે ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી શકે છે.

રોહિત શર્મા ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી શકે છે: રોહિત શર્મા ટી-20માં સૌથી સિક્સ ફટકારવાના રેકોર્ડથી માત્ર 2 સિક્સ દૂર છે. તેણે 95 મેચમાં 104 સિક્સ મારી છે. તે ક્રિસ ગેલ પછી આ સૂચિમાં બીજા સ્થાને છે. ગેલે 58 મેચમાં 105 સિક્સ મારી છે. જ્યારે માર્ટિન ગુપ્ટિલ, કોલીન મુનરો અને બ્રેન્ડન મેક્કુલમ આ સૂચિમાં ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને આવે છે. તેમણે અનુક્રમે 103, 92 અને 91 સિક્સ મારી છે.

વેસ્ટ ઇન્ડિઝ: જોહન કેમ્બેલ, એવીન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કાયરન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, સુનિલ નારાયણ, શેલ્ડન કાતરેલ। ઓશેન થોમસ, એંથની બ્રેમ્બલ, જેસન મોહમ્મદ અને ખેરી પિયર

ભારત: વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેઅલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, કૃણાલ પાંડયા, રવીંન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here