તૃણમૂલના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડી, કેન્દ્રએ બંગાળના અધિકારીઓને સાંજ સુધીમાં દિલ્હી બોલાવ્યા

0
0

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીની મુશ્કેલી વધી છે. એક તરફ ભાજપ તેમને ઘેરી રહી છે. જ્યારે બીજી તરફ તેમના નજીકના સાથી તેમનો છેડો ફાડી રહ્યાં છે. શુક્રવારે પાર્ટીના વધુ એક ધારાસભ્ય શીલભદ્ર દતાએ પાર્ટી છોડી દીધી છે. શુભેંદુ અધિકારી અને જીતેન્દ્ર તિવારી પછી દતા પાર્ટી છોડનાર ત્રીજા ધારાસભ્ય છે. અધિકારીએ વિધાનસભામાંથી પણ રાજીનામું આપ્યું હતું. ત્રણેએ ત્રણ દિવસમાં જ મમતાથી અંતર બનાવી લીધું.

બીજી તરફ કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સેક્રેટરી અને પોલીસ ચીફને બીજી વખત સમન્સ પાઠવ્યું છે. તેમને સાંજે 5.30 સુધી દિલ્હીમાં રજૂ થવાનો આદેશ છે. તેના માટે કેન્દ્રીય ગૃહ સેક્રટરીએ ગુરુવારે સાંજે બંગાળ સરકારને લખ્યું હતું. જવાબમાં રાજ્ય સરકારે કોરોનાના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ કરવાનું સુચ કર્યું છે.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા પછી કેન્દ્રએ ગત સપ્તાહે બંને અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે અધિકારીઓને મોકલવાથી ઈન્કાર કર્યો હતો.

CM મમતા બેનર્જીએ બેઠક બોલાવી…
સતત પડી રહેલા રાજીનામાના પગલે હેરાન મમતા બેનર્જીએ આજે એક બેઠક બોલાવી છે. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ ઈમરજન્સી નથી, રેગ્યુલર બેઠકનો ભાગ છે. દરેક શુક્રવારે પાર્ટી ચેરપર્સન નેતાઓને મળે છે.

ગૃહમંત્રી અમિત શાહ કાલથી બંગાળના પ્રવાસે…
મમતાએ પાર્ટીની બેઠક ગૃહ મંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસના એક દિવસ પહેલા જ બોલાવી છે. શાહ 19 અને 20 ડિસેમ્બર બંગાળમાં રહેશે. ત્યાં તેઓ એક રેલી કરશે. એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ મંદિરમાં દર્શન પણ કરશે અને રોડ શો પણ કરશે. એવી પણ શકયતા છે કે અમિત શાહના મિદનાપુરમાં રહેવા દરમિયાન TMCના બળવાખોર ધારાસભ્ય શુભેંદુ અધિકારીને ભાજપમાં સામેલ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here