વધુ એક વાઈરસ : બ્રિટનના નોર્થ વેલ્સમાં મંકીપોક્સથી સંક્રમિત થયાના 2 કેસ સામે આવતાં જ ચકચાર

0
0

દુનિયાભરમાં લોકો કોરોના વાઈરસના કહેરથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવામાં બ્રિટનના નોર્થ વેલ્સમાં મંકીપોક્સથી સંક્રમિત થયાના 2 કેસ સામે આવતાં જ ચકચાર મચી છે. વેલ્સના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ બંને સંક્રમિતો દેશની બહાર સંક્રમિત થયા હોય તેની આશંકા વ્યક્ત કરી છે. હાલ બંને દર્દીઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સંક્રમણ કેવી રીતે ફેલાયું તેની તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે દર્દીઓમાંથી સ્વસ્થ લોકોમાં વાઈરસ ફેલાય તેનું જોખમ ઓછું છે.

મંકીપોક્સ વાઈરસ
WHOના જણાવ્યા પ્રમાણે, મંકીપોક્સ એક જૂનોટિક વાઈરલ ડિસીઝ છે. અર્થાત આ વાઈરસ સંક્રમિત જાનવરમાંથી માણસોમાં ફેલાય છે. તેના મોટા ભાગના કેસ સેન્ટ્રલ અને પશ્ચિમ આફ્રિકામાં જોવા મળે છે. સંક્રમિત પશુના લોહી, પરસેવો અને લાળના સંપર્કમાં આવવા પર આ વાઈરસ માણસોમાં ફેલાય છે. આ વાઈરસ સ્મોલપોક્સના સમૂહથી સંબંધ ધરાવે છે.

આ લક્ષણો જણાય તો અલર્ટ થઈ જાઓ
મંકીપોક્સના લક્ષણો સ્મોલપોક્સ જેવા જ છે. ચામડી પર રેશિસ અથવા ચકામા, તાવ, માથાનો દુખથાવો, પીઠમાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને થાક લાગે તો અલર્ટ થઈ જવાની જરૂર છે. આ તમામ લક્ષણો મંકીપોક્સ વાઈરસથી સંક્રમિત થયા હોવાનો ઈશારો કરે છે.

સંક્રમણના 1થી 5દિવસની અંદર ચકામા દેખાવા લાગે છે
બ્રિટનની સ્વાસ્થ્ય એજન્સી NHSનું કહેવું છે કે, સંક્રમણના 1થી 5 દિવસમાં ચામડી પર ચકામા દેખાવા લાગે છે. આ તેના પ્રારંભિક લક્ષણ છે. તેની શરૂઆત ચહેરા પરથી થાય છે. ધીરે ધીરે શરીરના અન્ય ભાગોમાં પણ આવા ચકામા થવા લાગે છે. ધીરે ધીરે આ ચકામામાં રસી ભરાઈ જાય છે.

મૃત્યુનું જોખમ 11%
WHOના જણાવ્યા પ્રમાણે, મંકીપોક્સના કેસમાં મૃત્યુનું જોખમ 11% રહે છે. સ્મોલપોક્સથી સુરક્ષા માટે ‘વેક્સિનિયા ઈમ્યુન ગ્લોબ્યુલિન’ નામની રસી લેવામાં આવે છે. મંકીપોક્સ પણ આ જ સમૂહનો હોવાથી આ જ રસી દર્દીને આપવામાં આવે છે.

1970માં પ્રથમ વખત આ વાઈરસની ઓળખ થઈ
આ વાઈરસની ઓળખ પ્રથમ વખત 1970માં ડેમોક્રેટિક રિપબ્લિક કોન્ગોમાં થઈ. ત્યારબાદ તે ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાતો ગયો. 2003માં પ્રથમ વખત અમેરિકામાં આ વાઈરસનો કેસ સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here