અમદાવાદના રામોલમાં અસામાજિક તત્વોનો ઉત્પાત સામે આવ્યો છે,જેમાં હોળી પર્વની સાંજે વસ્ત્રાલ વિસ્તારને અસામાજિક તત્વોએ બાનમાં લીધા હતા તો રામોલ પોલીસે પોલીસે ઉત્પાદ મચાવનાર 9 આરોપીઓની અટકાયત કરી છે,તો પોલીસે જાહેરમાં કાયદાનો પાઠ ભણાવતા લોકોએ પોલીસના વખાણ કર્યા હતા,પોલીસ સરઘસ કાઢે તે પહેલા જ આરોપીઓની બધાની સામે સર્વિસ કરી હતી.
અમદાવાદના રામોલમાં બે જૂથો વચ્ચે તકરાર થઈ હતી અને તેમાં આમને-સામને માથાકુટ થઈ હોવાની વાત સામે આવી છે,જાહેર રોડ પર અસામાજિક તત્વોએ ગાડીઓના કાચ તોડયા હતા અને લોકોના જીવ જોખમમાં મૂકયા હતા,ઘટનાની જાણ થતાની સાથે જ રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓની ઘટના સ્થળેથી જ અટકાયત કરી હતી.લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી આ તત્વોએ રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
પોલીસના સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે ઝડપાયેલ તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને વિસ્તારમાં આતંક મચાવતા હોય છે,તો આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.તો વિસ્તારમાં માથાકૂટ થતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે,ત્યારે આવા આરોપીઓની જાહેરમાં સરભરા કરવી એ પોલીસ માટે પણ ગુનો નથી બનતો,આવા અસામાજિક તત્વો પોતાની જાતને હીરો સમજતા હોય છે વિસ્તારમાં પોતોના ડંકો વાગે તેને લઈ બબાલો કરતા હોય છે,તો અન્ય અસામાજિક તત્વો તમે પણ જોઈ લો તમે પણ આવું કરશો તો પોલીસ તમારી પણ જાહેરમાં સરભરા કરશે,સુધરી જાવ અને તમે પણ જીવો અને બીજાને પણ જીવવા દો.કોઈના તહેવારને બગોડશો નહી.