ડિપ્થેરિયાના બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સ બેસર થઈ રહી છે, સંક્રમિત દર્દીથી તમારા બાળકને દૂર રાખો

0
5

ડિપ્થેરિયાના બેક્ટેરિયા પર ઘણી એન્ટિબાયોટિક્સ બેઅસર સાબિત થઈ રહી છે. તેના બેક્ટેરિયામાં આ દવાઓ પ્રત્યે રેસિસ્ટન્સ પાવર વધી રહ્યો છે. ડિપ્થેરિયાના કેસો વધવાથી તેનું કારણ જાણવા ભારતીય અને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ મળીને રિસર્ચ કર્યું.

રિસર્ચના પરિણામ દર્શાવે છે કે, કોરોનાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. કોરોનાના કારણે ડિપ્થેરિયાની વેક્સિન લગાવનાર લોકોમાં ઘટાડો નોંધાયો છે. પરિણામે, દુનિયાભરમાં તેના કેસ ઝડપથી વધી શકે છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, 2005થી 2017ની વચ્ચે ડિપ્થેરિયાના કુલ કેસ 8,105 હતા. તેમજ 2018માં તેના કેસ વધીને 16,651 પહોંચી ગયા હતા. તે ઉપરાંત મહામારીને કારણે 2020માં પણ તેના કેસ વધ્યા છે.

રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ ડિપ્થેરિયાના બેક્ટિરિયાના 61 જિનોમનું રિસર્ચ કર્યું. સંશોધનકાર પ્રો.ગોર્ડન ડોગનના જણાવ્યા પ્રમાણે, ડિપ્થેરિયાની વેક્સિન બેક્ટિરિયાના ઝેરને બેસસર કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. પરંતુ બેક્ટેરિયાના ઝેરમાં જિનેટિક ફેરફાર થવાથી મોટો સવાલ એ છે કે વેક્સિન કેટલી અસરકારક સાબિત થશે. તેથી સાફ-સફાઈનું ધ્યાન રાખવું અને સંક્રમિત વ્યક્તિથી અંતર રાખવું.

બેક્ટેરિયામાં રેસિસ્ટન્સથી દર વર્ષે દુનિયામાં સાત લાખ મૃત્યુ થાય છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર, બેક્ટેરિયામાં રેસિસ્ટન્સ વધવાથી દુનિયાભરમાં દર વર્ષે 7 લાખ લોકોના મૃત્યુ થાય છે. એન્ટિબાયોટિક દવાઓના ખોટા ઉપયોગના કારણે વૈજ્ઞાનિકો અને ડૉક્ટર એટલા માટે ચિંતામાં છે કેમ કે છેલ્લા ત્રણ દાયકાથી નવી એન્ટિબાયોટિક દવાઓની શોધ થઈ નથી.

ધીમે ધીમે બેક્ટેરિયા પર દવાઓની અસર ઓછી થઈ રહી છે. જો આ જ સ્થિતિ રહેશે તો નાની નાની બીમારીઓ પણ આવનાર સમયમાં મનુષ્ય માટે જીવલેણ સાબિત થશે.

8 પોઈન્ટઃ શું છે ડિપ્થેરિયા અને કેવી રીતે ફેલાય છે

કારણઃ તે કોરેન બેક્ટેરિયમ ડિપ્થેરિયા નામના બેક્ટેરિયાથી થતું સંક્રમણ છે.

અસરઃ સંક્રમણમાં ગળા અને શ્વાસની નળીના ભાગ પર સૌથી વધારે અસર થાય છે

ગંભીરતાઃ તેના કેટલાક કિસ્સામાં ટોન્સિલ પર અસર પડે છે અને સ્કિન પર ચમાકા થઈ શકે છે.

ઉંમર: તેના કેસ ખાસ કરીને 1થી 5 વર્ષની ઉંમરના બાળકોમાં દેખાય છે.

સંક્રમણઃ ડિપ્થેરિયાના બેક્ટેરિયા સંક્રમિત વ્યક્તિના ઉધરસથી અને છીંકવાથી ફેલાય છે. તેના સંપર્કમાં આવવા પર સંક્રમણ થાય છે.

લક્ષણઃ ડિપ્થેરિયાનું સંક્રમણ થવા પર શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. ગળામાં સોજો અને દુખાવો રહે છે.

મૃત્યુનું જોખમઃ ડિપ્થેરિયાના 5થી 10 ટકા કેસ ગંભીર હોઈ શકે છે. આવા કેસમાં મૃત્યુનું જોખમ રહે છે.

ક્યારે અસર દેખાય છેઃ ડિપ્થેરિયાના લક્ષણ સંક્રમણ ફેલાવવાના બેથી પાંચ દિવસમાં દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here