Saturday, April 20, 2024
Homeએન્ટિલિયા કેસ : ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી, કહ્યું- મહારાષ્ટ્ર સરકાર પોલીસ...
Array

એન્ટિલિયા કેસ : ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી, કહ્યું- મહારાષ્ટ્ર સરકાર પોલીસ દ્વારા વસુલી કરે છે

- Advertisement -

એન્ટિલિયા કેસ પછી થતાં નવા નવા ખુલાસાથી મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને ભાજપને પ્રહાર કરવાનો મોકો આપી દેવામાં આવ્યો છે. આ જ મુદ્દે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં ભાજપ નેતાઓએ બુધવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપો, ટ્રાન્સફર વિવાદ અને સચિન વઝે સહિત ઘણાં મુદ્દે ભાજપે રાજ્યપાલની દખલગીરીની માંગ કરી હતી.

બીજી બાજુ રાજ્યપાલથી ભાજપ નેતાઓ સાથેની મુલાકાત કરીને સંજય રાઉતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, આજે જે લોકો મળવા ગયા તે દરેક ભાજપના નેતા અને કાર્યકર્તા છે. રાજ્યપાલ પણ ભાજપના કાર્યકર્તા જ છે. અહીં તેમના ઘરે મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન પત્રકારોએ જ્યારે સંજય રાઉતને પુછ્યું કે તમે રાજ્યપાલને ભાજપના કાર્યકર્તા કહી રહ્યા છો, પરંતુ તેઓ તો બંધારણીય પદ પર છે. તે વિશે રાઉતે કહ્યું કે, તેઓ પહેલાં ભાજપના કાર્યકર્તા હતા, સંઘના પ્રચારક હતા તો શું તેમને ભાજપના કાર્યકર્તા ના કહી શકાય?

રાઉતના નિવેદન પર ફડણવીસના પ્રહાર

રાઉતના નિવેદન પર ફડણવીસે આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેમના પાસે ઘણો સમય છે અને જ્યારે તમારી પાસે કોઈ ન્યૂઝ નથી હોતા તો તમે એમની પાસે પહોંચી જાઓ છે. તે કોઈ એટલા મોટા નેતા તો છે નહીં કે તેમના દરેક સવાલના જવાબ હું આપું. અમે જતા રહીએ ત્યારે ભાજપના નેતા અને તમે જ્યારે કમરથી વળીને પ્રણામ કરો છો તો એ કોના નેતા છે?

ફડણવીસનો આરોપ- રાજ્યમાં સ્થિરતાનો માહોલ

રાજ્યપાલ સાથે મુલાકાત પછી ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં આ સમયે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે 100થી વધારે મુદ્દાઓ પર રાજ્યપાલ સાથે વાત કરી છે. તેમાં સચિન વઝે, ટ્રાન્સફર- પોસ્ટિંગ, કોરોનાની હાજરી અને રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દા પણ સામેલ છે. અમે ઈચ્છીએ છીએ કે, અમે રાજ્યપાલ સાથે જે પણ વાત કરી તેનો સરકાર અમને જવાબ આપે. પોલીસનો ઉપયોગ પૈસા વસુલી માટે કરવામાં આવી રહ્યો છે. જે ઓફિસરોને ટ્રાન્સફરના બહાને ધમકાવામાં આવી રહ્યા છે તેમને સુરક્ષા મળવી જોઈએ.

ફડણવીસે કહ્યું- CM મૌન છે, પવાર મંત્રીઓને બચાવી રહ્યા છે

ફડણવીસે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રમાણેની ઘટના સામે આવી રહી છે તે ચિંતાજનક છે. આ ઘટનાઓ પર મુખ્યમંત્રી મૌન રાખીને બેઠા છે . શરદ પવારે બે પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ બંને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે તેમના મંત્રી અને લોકોનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ વિવાદ પર પહેલીવાર કોંગ્રેસ પર હુમલો

ફડણવીસે કહ્યું કે, મહા વિકાસ અધાડી સરકાર હવે મહાવસુલી આધારિત સરકાર બની ગઈ છે. હવે જનતાને ન્યાય અપાવવો બહુ જરૂરી છે. કોંગ્રેસનો કોઈ ચહેરો બાકી નથી, તોઈ નીતિ બચી નથી. જે પણ મુદ્દા સામે આવ્યા છે તે સાબીત કરે છે કે, આ સરકાર માત્ર સત્તા બચાવવા માટે કઈ પણ કરી શકે છે. હું કોંગ્રેસને સવાલ કરુ છું કે તમને આ બધામાં કેટલું મળી રહ્યું છે. આ દરેક મુદ્દે અમે રાજ્યપાલને તપાસ કરવા કહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular