એન્ટિલિયા કેસ : વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મામલે NIAએ આજે બે લોકોની ધરપકડ કરી

0
0

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર એન્ટિલિયા બહારથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મામલે NIAએ આજે બે લોકોની ધરપકડ કરી છે. મુંબઈના મલાડના કુરાર ગામમાંથી પકડાયેલા આ બે લોકો પર પૂર્વ API સચિન વઝેને જિલેટિનની સ્ટિક પહોંચાડવાના આરોપ છે.

ધરપકડ કરવામાં આવેલા બંને આરોપી સંતોષ શેલાર અને આનંદ જાધવને મંગળવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 21 જૂન સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સ્કોર્પિયો વિસ્ફોટક કેસમાં NIA દ્વારા આ સાતમા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં સચિન વઝે, રિયાણ કાઝી, પૂર્વ ઈન્સપેક્ટર સુનીવ માને, પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરની ધરપકડ કરવામાં આવી છે.

NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને મનસુખ હિરેનની હત્યામાં સંતોષ શેલાર અને આનંદ જાધવની સંડોવણી હોવાની શક્યતા છે. જોકે અત્યાર સુધી કોઈ પણ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.

શું છે સમગ્ર ઘટના?
25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પૈડર રોડ પર આવેલા એન્ટિલિયાથી 300 મીટરના અંતરે વિસ્ફોટથી ભરેલી એક સ્કોર્પિયો ગાડી મળી હતી. કારમાંથી 20 વિસ્ફોટક સ્ટિક મળી આવી હતી અને એક ધમકી વાળો લેટર પણ મળી આવ્યો હતો. 5 માર્ચે ગાડીના માલિક મનસુખ હિરેનની લાશ બંદરની ખાડીમાંથી મળી આવી હતી. ત્યારપછી મહારાષ્ટ્ર ATSએ તેમાં હત્યાનો કેસ દાખલ કરીને 2 લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી આ કેસમાં NIAની એન્ટ્રી થઈ અને 13 માર્ચે સચિન વઝેની ધરપકડ કરી લેવામાં આવી છે.

3 લેવલ પર ચાલતી હતી એન્ટિલિયા કેસની તપાસ

  • એન્ટિલિયા બહારથી વિસ્ફોટક ભરેલી સ્કોર્રિયો કેસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્રણેય કેસની તપાસની સ્થિતિ હાલ આ પ્રમાણે છે
  • પહેલી ફરિયાદ મનસુખ હિરેનની સ્કોર્પિયો ચોરી થવા મામલે કરાઈ હતી. તે કેસમાં મુંબઈની ગામદેવી પોલીસ તપાસ કરી રહી છે.
  • બીજી ફરિયાદ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોની છે. તેની તપાસ NIAના હાથમાં છે. તે કેસમાં સચિન વઝેની ધરપકડ કરવામાં આવી છે.
  • ત્રીજો કેસ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાનો છે. આ કેસમાં મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી છે. હવે થાણે કોર્ટના આદેશ પછી આ કેસ NIAને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. જોકે ATSએ આ કેસને ઓફિશિયલ બંધ કરવાની જાહેરાત હજી સુધી કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here