એન્ટિલિયા કેસ : હોટલમાં રોકાયેલી સચિન વઝેની રાઝદાર મિસ્ટ્રી WOMANની NIAને તપાસ

0
3

એન્ટિલિયા તપાસમાં NIAને સતત નવા પુરાવા મળી રહ્યા છે. બે દિવસ પહેલાં એક ફાઈવ સ્ટાર હોટલમાં દરોડા દરમિયાન CCTVની તપાસમાં ખબર પડી છે કે સસ્પેન્ડ ASI સચિન વઝે જે દરમિયાન હોટલમાં રહ્યા હતા ત્યારે એક મહિલા તેમને મળવા આવી હતી. આ મહિલા પાસે નોટ ગણવાનું મશીન હતું.

NIAને શંકા છે કે આ મહિલા વઝેની રાઝદાર છે. તેથી આ મહિલાની શોધ વધારી દેવામાં આવી છે. NIAને એ વાતની શંકા છે કે આ મહિલા સમગ્ર કાવતરાંમાં સામેલ હોઈ શકે છે.

સચિન વઝે 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી નકલી નામ, નકલી આધાર કાર્ડ અને ફોટો દેખાજીને મુંબઈની હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાયા હતા. સોમવારે NIA વઝેને લઈને અહીં આવી હતી અને ત્રણ કલાક સુધી સીન રિક્રિએટ કરાવ્યો હતો. આ દરમિયાન CCTV ફૂટેજની તપાસ કરાઈ હતી અને સ્ટાઉના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. વઝેને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહારથી ભરેલી જિલેટિન ભરેલી સ્કોર્પિયોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

વઝેની પાસે 5 બેગ હતા, એકમાં જિલેટિન હોવાની શંકા

CCTV ફૂટેજની તપાસમાં જોવા મળ્યું છે કે, વઝે જ્યારે હોટલમાં આવ્યા ત્યારે તેમની પાસે પાંચ બેગ હતી, જેમાંથી એક બેગમાં જિલેટિન હોવાની શંકા છે. તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, તેને મળવા આવેલી મહિલાને પણ વિસ્ફોટક રાખવા વિશેની બધી માહિતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વઝેએ મહિલા વિશે NIAને માહિતી આપી દીધી છે.

આ આધારકાર્ડના આધારે વઝેએ હોટલમાં રૂમ બુક કરાવી હતી

આ આધારકાર્ડના આધારે વઝેએ હોટલમાં રૂમ બુક કરાવી હતી

NIAને વઝેનું નકલી આધારકાર્ડ મળ્યું

NIAની તપાસમાં સામે આવ્યું છે કે, વઝેએ તેનું નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. આ આધાર કાર્ડમાં વઝેની તસવીર છે, પરંતુ તેના નામની જગ્યાએ સુશાંત સદાશિવ ખામકર લખવામાં આવ્યું છે. આશંકા છે કે, આ આધાર કાર્ડના આધારે વઝેએ ઘણી હોટલોમાં બુકિંગ કરાવ્યું હતું. વઝેના ફેક આધાર કાર્ડ પર 7825-2857-5822 નંબર નોંધાયેલો છે. તેનો ઉપયોગ કરીને 16-20 ફેબ્રુઆરી દરમિયાન વઝે નરીમન પોઈન્ટની હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાયા હતા.

સ્કોર્પિયોમાં વઝેએ જ રાખ્યો હતો ધમકીવાળો લેટર

NIAની તપાસમાં સામે આવ્યું છે કે, સચિન વઝેએ જ સ્કોર્પિયો કારમાં ધમકીવાળો લેટર મુક્યો હતો. આ પત્રને મનસુખ હિરેનની હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા વિનાયક શિંદેના ઘરમાં લખવામાં આવ્યો હતો. શિંદેના ઘરેથી તે પ્રિન્ટર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે, જેમાંથી આ લેટરની પ્રિન્ટ કાઢવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્કોર્પિયો ત્યાં ઉભી રાખવામાં આવે તે પહેલાં તેઓ ઈનોવા કાર લઈને ઘટના સ્થળની રેકી કરવા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here