એન્ટિલિયા કેસ : NIAએ સચિન વઝેના ઘરેથી ઘણાં દસ્તાવેજો જપ્ત કર્યા, ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો

0
4

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા સામે વિસ્ફોટક મળવાના કેસ અને તેની સાથે જોડાયેલા મનસુખ હિરેનના મોત પછી આ કેસની તપાસ વધુ ઝડપથી કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે, આ કેસમાં હવે ટૂંક સમયમાં જ ખુલાસો થઈ શકે છે. વિસ્ફોટક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન અને મુનસુખની મોત મામલે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ તપાસ કરી રહી છે.

NIA બુધવારે સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર સચિન વઝેને થાણે લઈને ગઈ હતી. ઘણી જગ્યાઓએ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. મોડી રાતે NIAની બે ટીમે વઝેના ઘરેની પણ તપાસ કરી હતી. તેમાંથી પણ ઘણાં દસ્તાવેજો મળી આવ્યા છે. તેમની સોસાયટીના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે.

એન્ટિલિયા બહાર 25 ફેબ્રુઆરીએ સ્કોર્પિયો કાર મળી હતી. તેમાં જિલેટિનની 20 સ્ટિક રાખવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવી રહી છે. 5 માર્ટે સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનનો મૃતદેહ થાણેની એક ખાડી પાસેથી મળ્યો હતો.

ટૂંક સમયમાં કેટલાક વધુ પોલીસ અધિકારીઓની પૂછપરછ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) મિલિંદ ભારંબે અને નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) પ્રકાશ જાધવનું નિવેદન NIAની ટીમ પણ નોંધશે. NIA તે જાણવા માંગે છે કે કોના કહેવા પર વઝેને સ્કોર્પિયો કેસની તપાસ સોંપવામાં આવી હતી. NIA ભારંબે અને જાધવના નિવેદનને ખૂબ મહત્વનું માની રહી છે.

સૂત્રો મુજબ, મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવેલ પરમબીર સિંહના નિર્દેશ પર વઝેને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. એવામાં હવે આ કેસની તપાસની અસર પરમબીર સુધી પણ પહોંચી શકે છે. તેમણે એ વાતનો જવાબ આપવો પડશે કે જ્યુરિડિક્શન નહીં હોવા છતાં સચિન વઝને કેસ કેમ સોંપાયો હતો.

વઝેના કહેવા પર જ તેમની સોસાયટીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા CCTV ફૂટેઝ

NIAના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સચિન વઝેએ જ તેની સાથે કામ કરતા લોકોને પોતાની સોસાયટીના CCTV ફૂટેજ જપ્ત કરવાના આદેશ આપ્યા હતા. તેના કહેવા પર જ API કાઝીએ સોસાયટીના લોકોને પત્ર લખ્યો હતો. CCTV નાશ કરવાનો આદેશ પણ વઝેએ જ આપ્યો હતો. તે પોતાનો રેકોર્ડ ક્લિયર કરવા માંગતો હતો.

કાવતરાંના માસ્ટર માઈન્ડની તપાસ

મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ (CIU)ના પ્રભારી રહેલા વઝેને આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. વઝેએ સમગ્ર કાવતરુ કોના ઈશારે ઘડ્યું? NIA તેની તપાસ કરી રહી છે. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર રિયાઝ કાઝી સહિત ઘણાં પોલીસ કર્મી વઝેના કાવતરામાં સામેલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ કેસમાં અન્ય લોકોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here