એન્ટિલિયા કેસ : સચિન વઝે અને મનસુખ 17 ફેબ્રુઆરીએ CST સ્ટેશનની બહાર મળ્યા હતા

0
7

એન્ટલિયા કેસ અને મનસુખ હિરેનના મોતના મામલામાં કડી જોડનાર એક CCTV ફુટેજ પ્રકાશમાં આવ્યા છે. તેમાં દેખાઈ રહ્યું છે કે 17 ફેબ્રુઆરીએ સચિન વઝે અને મનસુખની મુલાકાત થઈ હતી. CCTV ફુટેજ CST રેલવે સ્ટેશનની બહારના છે. હવે તપાસ એજન્સીઓનું માનવું છે કે આ મુલાકાત દરમિયાન મનસુખે સ્કોર્પિયોની ચાવી વઝેને સોંપી હતી.

ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ મનસુખે સ્કોર્પિયોની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ તે જ સ્કોર્પિયો હતી, જેમાં વિસ્ફોટક ભરીને મુકેશ અંબાણીના ઘરની સામે પાર્ક કરવામાં આવી હ તી.

હાલ જે CCTV ફુટેજ પ્રકાશમાં આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની કાર CST રેલવે સ્ટેશનની બહાર રોકાય છે. કારમાંથી મનસુખ હિરેન ઉતરે છે. બીજા ફુટેજમાં સચિન વઝેની ઓડી દેખાઈ રહી છે. જે ટ્રાફિક સિગ્નલ પર રોકાય છે. જેમાં મનસુખ હિરેન બેસી જાય છે.

વઝે ષડયંત્રના સુત્રધાર હોવાનો પુરતા સબુત મળ્યા

NIAના જણાવ્યા મુજબ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મુકવાનું ષડયંત્ર વઝેએ રચ્યુ હોવાના પુરતા પુરાવા મળ્યા છે. આ જ કાર 25 ફેબ્રુઆરીની રાતે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. તેમાંથી જિલેટીનના 20 રોડ મળ્યા હતા. આ સ્કોર્પિયોની પાછળ જે ઈનોવા કાર CCTVમાં દેખાઈ રહી હતી, તે ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન યુનિટ(CIU)ની જ હતી અને તેને CIUના પોલીસ કર્મચારીઓ જ ચલાવી રહ્યાં હતા. NIAની તપાસમાં બહાર આવ્યું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયા અને તેને પાર્ક કર્યા પછી નીકળીને ઈનોવામાં બેસીને ફરાર થઈ ગયા.

વઝેએ કહ્યું હતું- જ્યારે મનસુખ ગુમ થયો ત્યારે તેઓ ડોંગરીમાં હતા

સચિન વઝેએ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે તેમને ફસાવવા માટ FIR નોંધવામાં આવી. મનસુખ હિરેન જ્યારે ગુમ થયા અને તેમની કથિત રીતે હત્યા કરવામાં આવી, તે સમયે વઝે દક્ષિણ મુંબઈમાં ડોંગરીમાં હતા. સચિન વઝેએ ધરપકડના એક દિવસ પહેલા એટલે કે 12 માર્ચે થાણે સેશન કોર્ટમાં ઈન્ટરીમ જામીન અરજી કરી હતી. તેમાં વઝેએ કહ્યું કે મહારાષ્ટ્ર ATS દ્વારા નોંધવામાં આવેલી FIR આધારહીન અને ઉદેશ્યહીન છે. FIRમાં કોઈ વ્યક્તિનું નામ નથી. જોકે ત્યારે કોર્ટે તેમની અરજી પર ચુકાદ સંભળાવ્યો ન હતો.

પુરાવાનો નાશ કરવા માટે મનસુખની હત્યાની યોજના બનાવી

ATS સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર વઝેએ રચ્યુ હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી. આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ સત્ય બહાર આવવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી અને 4 માર્ચની રાતે 8.30 વાગ્યે સસ્પેન્ડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here