એન્ટિલિયા કેસ : સચિન વઝેએ જ ખરીદી હતી સ્કોર્પિયોમાંથી મળેલી જિલેટીનની સ્ટિક્સ

0
3

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જે 20 જિલેટીનની સ્ટિક્સ મળી છે એને આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપી સચિન વઝેએ જ ખરીદી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા એનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જોકે NIAએ એવું ક્લિયર નથી કર્યું કે આ સ્ટિક્સને ક્યારે અને ક્યાંથી ખરીદવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ સ્ટિક્સ નાગપુરની સોલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં બનાવવામાં આવી છે.

જિલેટીનની સ્ટિક્સ પર લખવામાં આવેલા નામના આધારે NIA ટૂંક સમયમાં જ આ કંપનીના લોકોને બોલાવીને પૂછપરછ કરી શકે છે. આ પહેલાં નાગપુર પોલીસે કંપનીના માલિકનું નિવેદન નોંધી લીધું છે. મળેલી સ્ટિક્સ પર આમ તો કોઈ સિરિયલ નંબર નથી, પરંતુ જો NIA એ બોક્સ શોધી લે, જેમાંથી આ સ્ટિક્સ કાઢવામાં આવી છે તો આ ભેદ ઉકેલાઈ શકે છે કે એ ક્યારે ખરીદવામાં આવી હતી અને કોણે તેને વેચી છે. આના દરેક બોક્સ પર એક ખાસ QR કોડ હોય છે, જેનો રેકોર્ડ કંપની પાસે હોય છે.

આ કાર પણ સચિન વઝેના નામ પર રજિસ્ટર્ડ છે.

આ કાર પણ સચિન વઝેના નામ પર રજિસ્ટર્ડ છે.

આ કેસમાં ઉપયોગ કરવામાં આવેલી 8મી કાર મળી

એન્ટિલિયાકેસમાં NIAને 8મી કાર મળી આવી છે. સચિન વઝેના નામ પર રજિસ્ટર્ડ કાળા રંગની ઓડી કાર (MH04 FZ6561)ની તપાસ ઘણા સમયથી મહારાષ્ટ્ર એટીએસ અને NIAની ટીમ કરતી હતી. મનસુખ હિરેનની હત્યામાં આ કારની ભૂમિકા શું છે અને એનો ઉપયોગ કોણે કર્યો હતો? હાલ NIA તેની તપાસ કરી રહી છે. NIAને શંકા છે કે સચિન વઝેએ ઓડી કારનો ઉપયોગ મનસુખ હિરેનની હત્યા પહેલાં કર્યો હતો.

હજી પણ એક સ્કોડા કારની તપાસ ચાલુ

આ પહેલાં ATSએ NIAને સોંપેલા તપાસ રિપોર્ટમાં સચિન વઝેએ એક ઓડી કારનો ઉપયોગ કરી હોવાની વાત જણાવી હતી. NIA હજી એક સ્કોડા કાર પણ શોધી રહી છે.

અત્યારસુધીમાં મળેલી કાર

કાર તારીખ
સ્કોર્પિયો 25 ફેબ્રુઆરી (આમાં જ મળી હતી જિલેટીન સ્ટિક્સ)
ઈનોવા 15 માર્ચ (સચિન વઝે સતત આ સરકારી ઈનોવાથી સ્કોર્પિયોનો પીછો કરતા હતા)
બ્લેક મર્સિડીઝ 16 માર્ચ (મુંબઈમાં પોલીસ ગેરેજમાં છુપાવીને રાખવામાં આવી હતી)
બ્લુ મર્સિડીઝ 18 માર્ચ (ક્રાફર્ડ માર્કેટમાંથી મળી આવી હતી)
લેન્ડ ક્રૂઝર પ્રાડો 18 માર્ચ (થાણેથી એક લેન્ડ ક્રૂઝર મળી આવી હતી)
વોલ્વો 22 માર્ચ (મહારાષ્ટ્ર ATSએ આ કાર દમણથી જપ્ત કરી)
આઉટલેન્ડર 30 માર્ચ (નવી મુંબઈના કમોઠે વિસ્તારમાંથી મળી આવી)
ઓડી 31 માર્ચ (વસઈ-વિરાર વિસ્તારમાંથી આ કાર મળી આવી)

મિલિંગ કાઠેને CIUની કમાન

ઈન્સ્પેક્ટર મિલિંદ કાઠેને મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)ના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ સચિન વઝેની ધરપકડ અને સસ્પેન્ડ કર્યા પછી આ પદ પર કોની નિમણૂક કરવામાં આવશે એની અટકળો કરવામાં આવતી હતી. તાજેતરમાં જ 65 અધિકારીની ટ્રાન્સફર પછી અહીં 24 નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય યોગેશ ચૌહાણને એન્ટી એક્સટોર્શન સ્ક્વોડની કમાન સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here