એન્ટિલિયા સ્કોર્પિયો માલિકના મોતનો મામલો : ક્રાઈમ બાન્ચના પૂર્વ અધિકારી સચિન વજેની ATSએ 10 કલાક પુછપરછ કરી

0
3

સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મોતના મામલામાં તપાસ કરનારી મહારાષ્ટ્ર એન્ટી ટેરરીઝમ સ્કોવોડે(ATS) ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના પૂર્વ API સચિન વજેની 10 કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોડી રાતે તેઓ પોતાનું નિવેદન નોંધાવવા માટે ATSની ઓફિસે ગયા હતા અને ગુરુવારે સાંજે તેમને જવા દેવામાં આવ્યા. ATSએ આ મામલામાં હત્યા અને અપરાધિક ષડયંત્ર રચવા અંગેનો કેસ નોંધ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ATSના પ્રમુખ જયજીત સિંહે પોતે સચિન વજેની પુછપરછ કરી છે. તેમણે સ્કોર્પિયોના માલિક સાથેના સંબંધોને લઈને અને તેમની પત્નીના આરોપ પર સવાલ કર્યા. હિરેનની પત્ની અને પુત્ર બંનેને નિવેદન નોંધાવવા માટે બુધવારે બપોરે ATSની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. આજે આ મામલામાં સચિન વજે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરે તેવી શકયતા છે.

સચિન વજેને પુછવામાં આવેલા સંભવિત સવાલ

સૂત્રોના જણાવ્યા મુજબ, ATSના અધિકારીઓએ એન્ટિલિયાની બહારથી મળેલી સ્કોર્પિયો અને મનસુખ હિરેનના મોત સાથે જોડાયેલા ઘણા સવાલ સચિન વજેને પુછ્યા છે. સચિન પહેલા એન્ટિલિયા કેસમાં તપાસ અધિકારી રહી ચૂક્યા છે.

તમને એન્ટીલિયાની બહાર સ્કોર્પિયોમાં જિલેટીનની સ્ટીક મળવાની માહિતી કઈ રીતે અને ક્યારે મળી?

શું તમે ત્યા પહોંચનારા સૌથી પહેલા અધિકારી હતા અને ત્યાં જઈને તમે પહેલુ કામ શું કર્યું?

શું તમે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનને પહેલેથી જાણતા હતા અને તમારા તેમની સાથે કેવા સંબંધ હતા. શું તમે તેમની સાથે પહેલા પણ ઘણી વખત વાતચીત કરી છે?

તેમની પત્નીએ કહ્યું છે કે તમે એમની કારનો ચાર મહિનાથી ઉપયોગ કરી રહ્યાં હતા. શું આ વાત સાચી છે?

શું તમે શિવસેનાના નેતા ધનંજય ગાવડેને જાણો છે અને તેમની સાથે તમારા કેવા સંબંધ છે?

સચિન વજેએ કહ્યું- તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે

આ દરમિયાન સચિન વજેએ દાવો કર્યો છે કે એક ગાડીથી કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યાં છે. વજેના આરોપ પછી ગાડીને મુંબઈ પોલીસે જપ્ત કરી લીધી છે. જે ગાડીથી વજેનો પીછો કરવામાં આવી રહ્યો હતો. તેનો નંબર MH 45 ZW 4887 છે. તપાસમાં પ્રકાશમાં આવ્યું કે કાર પર લાગેલી નંબર પ્લેટ નકલી છે. હાલ મામલાની તપાસ ચાલુ છે.

કોણ છે સચિન વજે?

મુંબઈમાં વર્ષ 2003માં ખ્વાજા યુનુસ નામના વ્યક્તિનું પોલીસ કસ્ટડીમાં મોત થવાના મામલામાં સચિન વજેએ વર્ષ 2008માં રાજીનામું આપ્યું હતું. વજેની યુનુસના મોતના મામલામાં વર્ષ 2004માં ધરપકડ કરવામી આવી હતી. ધરપકડ પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વજે પર યુનિસના કસ્ટડીમાં થયેલા મોતના તથ્યો છુપાવવાનો આરોપ હતો.

જોકે ઉદ્ધવ સરકાર બન્યાના લગભગ 12 વર્ષ પછી 7 જૂન 2020ના રોજ તેમને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમને મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં તહેનાત કરવામાં આવ્યા. વર્ષ 1990ની બેચના પોલીસ અધિકારી વજેએ પોતાના કાર્યકાળ દરમિયાન લગભગ 63 એન્કાઉન્ટરનો હિસ્સો રહી ચૂક્યા છે. સચિન વજે એ જ શખ્સ છે કે જેમણે અર્નબ ગોસ્વામીની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

સચિન વજે પર છે હત્યા કરવાનો આરોપ

મનસુખની પત્ની વિમલા હિરેનના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે સચિન વજેએ જ હત્યા કરી છે. સચિનની ધરપકડની માંગને લઈને ભાજપ સતત હુમલાઓ કરી રહી છે. વિધાનસભાના અંતિમ બે દિવસોમાં સદનની કાર્યવાહી પણ તેના પગલે પ્રભાવિત થઈ હતી. ભારે દબાણ પછી સરકારે સચિન વજેને ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર તો કર્યા પરંતુ ભાજપ તેનાથી સંતુષ્ટ દેખાઈ રહી નથી.

વજેના મુદ્દે ફડણવીસ અને ઉદ્ધવ સામ-સામે

પૂર્વ CMએ આ મામલામાં કહ્યું કે સચિન વજેની પાસે જરૂર કઈકે એવું છે, જેના કારણે સરકારને ડર લાગી રહ્યો છે. આ કારણે તેને બચાવવામાં આવી રહ્યો છે. આ મામલામાં પ્રથમ વખત ગુરુવારે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન આવ્યું હતુ, જેમાં તેમણે મનસુખના મામલામાં કડક કાર્યવાહીની વાત કહી હતી. તેમણે એ વાત પણ કહી હતી કે વિપક્ષ એવું વર્તન કરી રહ્યો છે કે જાણે સચિન વજે કોઈ ઓસામા બિન લાદેન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here