Saturday, September 25, 2021
Homeએન્ટની બ્લિકન ભારતની મુલાકાતે : બ્લિંન્કન ભારતમાં માનવ અધિકારો અને પેગાસસ જાસૂસીના...
Array

એન્ટની બ્લિકન ભારતની મુલાકાતે : બ્લિંન્કન ભારતમાં માનવ અધિકારો અને પેગાસસ જાસૂસીના મુદ્દાઓ ઉઠાવશે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકન 27 જુલાઈએ ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરને મળશે. આ બેઠકમાં બ્લિંન્કન ભારતમાં માનવ અધિકારો અને પેગાસસ જાસૂસીના મુદ્દાઓ ઉઠાવશે. સાથે જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેના પાછી ખેંચી લેવાનાં પરિણામો અને ટેરર ફંડિગની બાબતમાં પાકિસ્તાન પર દબાણ રાખવાની જરૂરિયાત પણ ચર્ચાનો વિષય બની રહેશે.

દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના સહાયક સચિવ ડીન થોમ્પસને શુક્રવારે કહ્યું હતું કે હું આ જરૂર કહી શકુ છુ કે અમે આ મુદ્દાઓ જરુરથી ઉઠાવિશુ. અને અમે આ વિશે ચર્ચા ચાલુ રાખીશું. અમેરિકા ખાસ કરીને પેગાસસ જાસૂસી કેસમાં સરકારની ભૂમિકા અંગે ચિંતિત છે. આ ટેક્નોલોજી દ્વારા નાગરિકો, સત્તાના ટીકાકારો અને પત્રકારોની જાસૂસી કરવાની બાબત છે જે કાયદાના દાયરામાં આવતી નથી.

બ્લિંક્નની પ્રથમ ભારતની મુલાકાત
અમેરિકાના વિદેશ મંત્રી બન્યા બાદ બ્લિંન્કનની આ પ્રથમ ભારતની મુલાકાત હશે. જુલાઈમાં સત્તામાં આવ્યા પછી બિડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીની આ બીજી મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લિંન્કનની આ મુલાકાતથી વેપાર, રોકાણ, સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ, ડિજિટલ ડોમેન, નવીનતા અને સુરક્ષા જેવા ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત થશે.

ક્વાડ ઇનિશિએટિવ પર થશે વાત
બંને મંત્રીઓ કોરોના વેક્સિનના નિર્માણ અંગે ક્વાડ ઇનિશિએટિવ પર પણ ચર્ચા કરશે. આ વર્ષના અંત સુધી ક્વાડમા સમાવિષ્ટ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનુ આયોજન કરવા મુદ્દે પણ વાતચીત થઇ શકે છે. બંને દેશો આ પહેલને આગળ વધારશે જેથી ભારતમાં બનેલી વેક્સિન આવતા વર્ષની શરૂઆતથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સપ્લાઇ કરી શકાય.

ક્વાડ વેક્સિન ઇનિશિએટિવ શું છે
ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના સહયોગથી કોરોના વેક્સિન બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઇનિશિએટિવને ક્વાડ નામ આપવામાં આવ્યુ છે. તેના પ્રમાણે વેક્સિન અમેરિકામાં ડેવલપ થશે, ભારતમાં મેન્યુફેક્ચર થશે, જાપાન અને અમેરિકા આમાં રોકાણ કરશે અને ઑસ્ટ્રેલિયા આમાં લૉજિસ્ટિર સપોર્ટ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments