અનુપમ ખેરે શુભચિંતકોની પ્રાર્થના તથા દુઆ માટે આભાર માન્યો

0
5

અનુપમ ખેરની પત્ની તથા ચંદીગઢથી ભાજપ સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર છે. અનુપમ ખેરે શુભચિંતકોની પ્રાર્થના તથા દુઆ માટે આભાર માન્યો છે. શનિવાર, 4 એપ્રિલના રોજ અનુપમ ખેરે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને ચાહકોનો કહ્યું હતું, ‘મારા પ્રેમાળ મિત્રો, તમારી દુઆઓ માટે થેંક્યૂ વેરી મચ. તમારી પ્રાર્થનાઓ માટે. તમારી બેસ્ટ વિશ માટે.’

‘તમારી વિશ્વાસ ભરેલી વાતોથી અમારું મનોબળ વધ્યું’

અનુપમે વીડિયોમાં કહ્યું હતું, ‘તમારી આ પ્રેમાળ વાતોથી, વિશ્વાસ ભરેલી વાતોથી અમારું મનોબળ વધી ગયું છે. અમે આશા કરીએ છીએ કે કિરણ આ સમયનો મક્કમતાથી સામનો કરીને બહાર આવશે. તે પોતાની બીમારીને સફળતાપૂર્વક માત આપશે. બહુ જ સારું, બહુ ઈમોશનલ સપોર્ટ આપ્યો. તેના માટે તમારો બહુ બહુ આભાર. મારી, કિરણ તથા સિકંદર તરફથી આભાર માનું છું. એવા પરિવારો, જેમાં કોઈ સભ્ય કેન્સરગ્રસ્ત છે, તેમના માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેમનો પરિવારનો સભ્ય પણ જલ્દીથી ઠીક થઈ જાય.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here