અનુપમ ખેર તેનો બાયોગ્રાફિકલ પ્લે ‘કુછ ભી હો સકતા હૈ’ ડિજિટલી 7 જૂનના લોન્ચ કરશે

0
11

મુંબઈ. અનુપમ ખેર તેનો બાયોગ્રાફિકલ શો ‘કુછ ભી હો સકતા હૈ’ ડિજિટલી લોન્ચ કરવાના છે. 7 જૂનના તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ નાટક લોન્ચ કરવામાં આવશે. અનુપમ ખેરે આ વાત ટ્વિટર પર વીડિયો શેર કરીને જણાવી છે.

અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું કે, જણાવીને ખુશી થાય છે કે ફાઈનલી 7 જૂનના હું મારો ઓટોબાયોગ્રાફિકલ પ્લે કુછ ભી હો સકતા હૈ મારી વેબસાઈટ theanupamkhker.com પર લોન્ચ કરી રહ્યો છું. મેં દુનિયાભરમાં આના 450થી વધુ શો કર્યા છે. વધુ જાણકારી આવનારા દિવસોમાં આપવામાં આવશે, જય હો.

એક મંત્ર પર આખી જિંદગી નિર્ભર 

અનુપમે વીડિયોમાં તેના વિદ્યાર્થીઓના નામે એક મેસેજ આપ્યો છે. તેમના કહ્યા મુજબ, તેમની આખી જિંદગી એક જ મંત્ર પર નિર્ભર છે અને તે છે કંઈપણ થઇ શકે છે.

2005માં પહેલીવાર શો કર્યો હતો 

અનુપમે કહ્યું કે, કુછ ભી હો સકતા હૈનો પહેલો શો તેમણે 15 વર્ષ પહેલાં 8 ઓગસ્ટ 2005ના કર્યો હતો. આ વન મેન ઓટોબાયોગ્રાફી છે. આની શરૂઆત ત્યારે કરી હતી જ્યારે તેમના કરિયરનો ગ્રાફ નીચો આવવા લાગ્યો હતો અને તેઓ નાદાર થવા પર પહોંચી ગયા હતા.

શોમાં અનુપમની અસફળતા પણ 

અનુપમે જણાવ્યું કે શોમાં તેમણે માત્ર પોતાની જિંદગી વિશે જ કહ્યું છે એવું નથી પણ તેમની અસફળતાઓ વિશે પણ જણાવ્યું છે. તેઓ સ્ટેજ પર અસફળતા, ડિઝાસ્ટર સહિત જિંદગીની તમામ ખોટી ઘટનાઓ પર હસતા દેખાયા. આમાં તેમણે પોતાના પહેલા નાટક, પહેલી કિસ, પહેલા ઓડિશન અને પહેલા ડિરેક્ટોરીયલ વેન્ચર વગેરે વિશે કહ્યું છે.

બે-ત્રણ વર્ષ પહેલાં રેકોર્ડિંગ કર્યું હતું 

પાછલા 15 વર્ષમાં અનુમપે આ નાટકના દુનિયાભરમાં 450થી વધુ શો કર્યા છે. બે-ત્રણ વર્ષ પહેલાં તેમણે આ નાટકનું રેકોર્ડિંગ કર્યું હતું. તેમણે આવું એટલે કર્યું કે તેમની પાસે તેમના નાટકનો રેકોર્ડ રહે. તેમને લાગે છે કે આ નાટકને વેબસાઈટ પર લોન્ચ કરવાથી વધુ સારું કઈ નથી.

અનુપમના જણાવ્યા મુજબ, કુછ ભી હો સકતા હૈ નાટક આશા ઉપર છે. તેમાં તેમણે પોતાની લાઈફના કમ્પેશનને બતાવ્યું છે, જેની ઝલક દર્શક તેમની જિંદગીમાં પણ અનુભવી શકે છે અને તેઓ એ જાણી શકે કે ખરેખર જિંદગીમાં કંઈપણ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here