કોરોનાને માત : અનુપમ ખેરની માતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, એક્ટરે વીડિયો શૅર કર્યો

0
0

મુંબઈ. અનુપમ ખેરની માતા દુલારીનો કોરોના રિપોર્ટ 12 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અનુપમ ખેરની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. હાલમાં જ તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અનુપમ ખેરે માતા હોસ્પિટલમાંથી ઘરે આવતાં હોય તેનો વીડિયો શૅર કર્યો હતો. નોંધનીય છે કે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ અનુપમ ખેરના માતા આઠ દિવસ આઈસોલેશનમાં રહેશે.

અનુપમ ખેરે વીડિયો શૅર કર્યો

અનુપમ ખેરે વીડિયો શૅર કરીને પોસ્ટમાં કહ્યું હતું, મોમને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે. રજા આપ્યાના આગલા દિવસે મોમને આઈસોલેશન વોર્ડમાંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. હું સાંજે પાંચ વાગે તેમને લેવા ગયો હતો. તેઓ મારી જ રાહ જોતા હતાં. ડોક્ટર્સ સિવાય મને ખ્યાલ હતો કે મારી માતા મને વહેલો આવવા બદલ પાગલ કહેશે તે ક્ષણે તેમને સૌથી સારું ફીલ થશે. મારી માતાએ રંગાખુશ હોવાનું કહ્યું હતું. ‘રંગાખુશ’ અમારો ફેમિલી કોડ છે. જ્યારે અમે ઠીક હોઈએ ત્યારે રંગાખુશ કહીએ છીએ. એક્ટર જોગિંદરને અમારી શ્રદ્ધાંજલિ. તમારા પ્રેમ તથા પ્રાર્થના માટે ફરી એકવાર આભાર. દુલારી રોક્સ એવું હું કહી શકીશ નહીં પરંતુ તેમણે કહી દીધું. માતાએ વ્હીલચેરમાં બેસવાની ના પાડી દીધી હતી. મહેરબાની કરીને મારી માતાની તબિયત સારી રહે તે માટે પ્રાર્થના કરજો. તમને બધાને પ્રેમ આપ્યો છે. આભાર. ઉલ્લેખનીય છે કે જોગિંદર બોલિવૂડ એક્ટર, પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હતાં. તેમણે ‘બિંદિયા ઔર બદૂંક’ તથા ‘રંગા ખુશ’ જેવી ફિલ્મ આપી હતી. 70ના દાયકામાં રંગા ખુશ નામ ઘેર-ઘેર જાણીતું બન્યું હતું.

https://www.instagram.com/tv/CDBLS9_ABju/?utm_source=ig_embed

વીડિયોમાં અનુપમ ખેર માતાને પૂછે છે કે તેમની તબિયત સારી છે કે નહીં, જેના જવાબમાં દુલારી તબિયત સારી હોવાનું કહે છે. આ ઉપરાંત અનુપમ ખેરે નર્સ સાથે પણ વાત કરી હતી.

12 જુલાઈના રોજ અનુપમ ખેરે ટ્વીટ કરીને પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી, જેમાં અનુપમની માતા, ભાઈ રાજુ, ભાભી રીમા તથા ભત્રીજી વૃંદાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને એક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અનુપમે માતાની હેલ્થ અપડેટમાં એમ પણ કહ્યું હતું કે તેમણે માતાને કોરોના થયો હોવાની વાત કરી નથી. જોકે, માતાને આસપાસના માહોલ પરથી ખ્યાલ આવી ગયો હતો કે તેઓ કોરોના પોઝિટિવ છે.

https://www.instagram.com/p/CCllMS6gmfc/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here