પ્રતિક્રિયા : પાયલ ઘોષના યૌન શોષણના આક્ષેપો પર અનુરાગનો વળતો જવાબ, કહ્યું- પાયાવિહોણા આક્ષેપો

0
5

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આક્ષેપો મૂક્યા હતા. પાયલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ન્યાય માટે PMને અપીલ કરી હતી. હવે અનુરાગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનુરાગે એક પછી એક ટ્વીટ કરી હતી.

અનુરાગે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘શું વાત છે, આટલો સમય લીધો મને ચૂપ કરાવવાના પ્રયાસમાં. ચાલો કંઈ નહીં. મને ચૂપ કરાવવામાં એ એટલું બધું ખોટું બોલી ગઈ કે સ્ત્રી હોવા છતાંય બીજા સ્ત્રીઓના પણ નામ લીધા. થોડી તો મર્યાદા રાખો મેડમ. બસ એટલું જ કહીશ કે જે આક્ષેપો છે, તે તમામ પાયાવિહોણા છે.’

અન્ય એક ટ્વીટમાં અનુરાગે કહ્યું હતું, ‘બાકી મારા પર આક્ષેપો કરતાં કરતાં મારા કલાકારો તથા બચ્ચન પરિવારને પણ સંડોવવાનો કોઈ અર્થ નથી. મેડમ બે લગ્ન કર્યા છે અને તે ગુનો હોય તો મંજૂર છે અને બહુ જ પ્રેમ કર્યો છે, તે પણ કબૂલ કરું છું.

અનુરાગે ટ્વીટ કરીને પોતાની પરના આક્ષેપનો પાયાવિહોણા ગણાવ્યા હતા

અનુરાગે અન્ય ટ્વીટ કરતાં કહ્યું હતું, ‘મારી પહેલી પત્ની હોય કે બીજી પત્ની હોય કે પછી કોઈ પણ પ્રેમિકા હોય કે મેં જેની સાથે કામ કર્યું છે તે એક્ટ્રેસિસ કે પછી જે મારી સાથે કામ કરતી આવી છે તે તમામ મહિલાઓ તથા યુવતીઓ કે પછી હું જે સ્ત્રીઓને મળ્યો છું એકલામાં અથવા જનતાની વચ્ચે, હું આ પ્રકારનો વ્યવહાર ક્યારેય કરતો નથી અને આ પ્રકારની વાત કોઈ પણ કિંમત પર સહન કરતો નથી. બાકી જે પણ થશે જોયું જશે. તમને વીડિયોમાં દેખાઈ જાવ છો, બાકી કેટલું સાચું છે કે નહીં, બાકી તમને બસ પ્રેમ અને દુઆ. તમારા અંગ્રેજીનો જવાબ હિંદીમાં આપવા બદલ માફી.’

અનુરાગે કહ્યું હતું, ‘હજી તો બહુ બધા આક્રમણ થવાના છે, આ બસ શરૂઆત છે, બહુ બધા ફોન આવી ગયા કે ના બોલીશ, ચૂપ થઈ જાય. એ પણ ખબર છે કે ખબર નહીં ક્યાં ક્યાંથી તીર આવવાના છે. રાહ જોઉં છું.’

પાયલે શું ટ્વીટ કરીને શું આક્ષેપ મૂક્યો હતો?

અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટમાં કહ્યું હતું, ‘અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.’

કંગનાએ પણ પ્રતિક્રિયા આપી હતી

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here