કોરોના વાઇરસ : અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં યોગદાન આપ્યું

0
16

બોલિવૂડ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસ સામે લડવા માટે રિલીફ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ રાજ્યના સીએમ ફંડની સાથે પીએમ રિલીફ ફંડ પણ છે. આ રિલીફ ફંડમાં ઘણા બધા સેલેબ્સે તેમનું યોગદાન આપ્યું છે. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ સપોર્ટ માટે તેમનો હાથ લંબાવ્યો છે. કપલે અમાઉન્ટ જાહેર કરી નથી પણ સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે 3 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

વિરાટ અને અનુષ્કાએ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, અમે બંને PM-CARES ફંડ અને સીએમ રિલીફ ફંડ (મહારાષ્ટ્ર)માં અમારું યોગદાન આપવા માટે શપથ લઈએ છીએ. મુશ્કેલીમાં રહેલ લોકોને જોઈને અમારું દિલ ભરાઈ આવ્યું છે અને અમે આશા કરીએ છીએ કે અમારું યોગદાન કોઈ રીતે આપણા સહ નાગરિકોના દુઃખને હળવું કરશે.

અગાઉ પણ ઘણા સેલેબ્સે PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ)માં પોતાનું યોગદાન જાહેર કર્યું છે જેમાં અમુક સેલેબ્સે રકમ જાહેર કરી છે તો અમુક સેલેબ્સે રકમ જાહેર કરી નથી. કરણ જોહર, કૃતિ સેનન, આયુષ્માન ખુરાના વગેરે સેલેબ્સે તેમનો સપોર્ટ કર્યો છે પણ કેટલો સપોર્ટ કર્યો છે તેની જાહેરાત કરી નથી.

જ્યારે રકમ જાહેર કરનાર સેલેબ્સમાં અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા, ટી સિરીઝના ભૂષણ કુમારે 12 કરોડ રૂપિયા, વરુણ ધવને 55 લાખ રૂપિયા, સિંગર ગુરુ રંધાવાએ 20 લાખ રૂપિયા, કોમેડિયન કપિલ શર્માએ 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here