અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ફ્રંટલાઈન વર્કર્સને રિયલ હીરો તરીકે વખાણ કર્યા

0
2

દેશભરમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ દરમિયાન ઘણા બોલિવૂડ સેલેબ્સ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ આગળ આવ્યા છે. બંનેએ #InThisTogether અભિયાનમાં 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને સાત કરોડ ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યું છે. હાલમાં અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સ માટે એક સ્પેશિયલ નોટ શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે ફ્રંટલાઈન વોરિયર્સને રિયલ હીરો કહ્યા.

તમે બધા અસલી હીરો છો, અમે તમારા આભારી છીએ
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયો સાથે એક લેટરમાં લખ્યું, દરેક ફ્રંટલાઈન વર્કર્સને અમારા તરફથી એક મોટું હગ, તેઓ દિવસ-રાત થાક્યા વગર પોતાની લાઈફ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવી રહ્યા છે. દેશ તમારા સાથે ઊભો છે, લવ યુ. વીડિયો ક્લિપમાં ડૉક્ટર, પોલીસકર્મી, એમ્યુલન્સ કર્મચારીઓ અને અન્ય ફ્રંટ લાઈન વર્કર્સના ફોટોઝ છે.

વીડિયો ક્લિપના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું, અમે દરેક હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને તેમના ડેડિકેશન માટે થેંકયુ કહેવા માગીએ છે. તમે બધા પ્રેરણા છો. દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને મદદ કરી રહ્યા છો. અમે તમારા આભારી છીએ. તમે રિયલ હીરો છો, મારા માટે, વિરાટ માટે અને દેશ માટે. એકવાર ફરીથી થેંકયુ. આ વીડિયો વિરાટે પણ શેર કર્યો છે.

વિરાટ અને અનુષ્કાના અભિયાનમાં માત્ર 24 કલાકની અંદર 3.6 કરોડ રૂપિયા જમા થયા હતા. અનુષ્કાએ 3.6 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયા બાદ જેણે પણ ડોનેશન આપ્યું, તે તમામનો આભાર માન્યો હતો. એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘તે તમામ લોકોની આભારી છું, જેમણે અત્યાર સુધી ડોનેશન આપ્યું. તમારા યોગદાન માટે આભાર. આપણે અડધો રસ્તો પાર કરી ચૂક્યા છીએ. ચાલો આગળ વધતા જઈએ. #InThisTogether’

સાત દિવસ અભિયાન ચાલશે
આ અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.

અનુષ્કાએ આ વાત કહી હતી
વીડિયો પોસ્ટ કરીને અનુષ્કાએ કહ્યું હતું, ‘આપણો દેશ કોવિડ 19ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે. લોકોની મજબૂરી જોઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને #InThisTogether નામનું અભિયાન શરૂ કર્યું છે. આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. મહેરબાની કરીને ભારત તથા ભારતીયોના સપોર્ટમાં આગળ આવો. તમારું કોન્ટ્રીબ્યૂશન આ મુશ્કેલ સમયમાં કોઈનું જીવન બચાવી શકે તેમ છે માસ્ક પહેરો, ઘરમાં રહો, સલમાત રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here