લોકડાઉન એક્ટિવિટી : અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના વાળ કાપ્યા, કોહલીએ કહ્યું- રસોડાની કાતરથી વાળ કાપે છે

0
17

બોલિવૂડ ડેસ્ક: ભારતમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો ઘરમાં જ સેફ રહીને સમય પસાર કરી રહ્યા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આ સમયનો ભરપૂર ઉપયોગ કર્યો છે. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે વિરાટ કોહલીના વાળ કાપી રહી છે.

https://www.instagram.com/p/B-Q8gWZpYPw/?utm_source=ig_embed

વીડિયોમાં કોહલી બોલે છે કે, જુઓ ઘરે રહેવાથી શું થાય છે. કિચન સીઝરથી હેરકટ થાય છે. વીડિયોમાં અનુષ્કા બોલે છે કે આ નવો લુક છે જે મેં બનાવ્યો છે એટલે વિરાટ કહે છે કે હા આ સુંદર છે. બ્યુટીફુલ હેરકટ ડન બાય માય વાઈફ.

https://www.instagram.com/p/B-JKXK0Jtt6/?utm_source=ig_embed

વિરાટ અનુષ્કાએ અગાઉ વીડિયો શેર કરીને લોકોને ઘરે રહેવા આપીલ કરી હતી. લોકોને સરકારના નિયમોનું પાલન કરી જાગૃત નાગરિક બનવા આગ્રહ કર્યો હતો. અનુષ્કાએ ઘરે રહીને પિતાના જન્મદિવસ પર કેક પણ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here