પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં પણ વર્કઆઉટ કરી રહી છે અનુષ્કા શર્મા

0
0

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. આ તેની પ્રેગ્નન્સનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા પ્રેગ્નન્સી દરમ્યાન પણ ખુદને ફિટ રાખવા માટે વર્કઆઉટ અને યોગ કરી રહી છે. મંગળવારે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટ્રેડમિલ પર જોગિંગ કરતી દેખાઈ રહી છે. આ બૂમરેંગ વીડિયોમાં અનુષ્કાએ વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક જેગિંગ પહેરી છે. વીડિયોમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.

આ પહેલાં અનુષ્કાએ યોગ કરતો તેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેનો પતિ વિરાટ કોહલી તેને શીર્ષાસન કરવામાં મદદ કરતો દેખાયો હતો. પ્રેગ્નન્સી દરમ્યાન અનુષ્કાએ ઘણા ફોટોશૂટ પણ કરાવ્યા. તેના પણ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથેના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. ઓગસ્ટમાં ક્રિકેટર કોહલી અને અનુષ્કાએ પેરેન્ટ્સ બનવાનું અનાઉન્સમેન્ટ કર્યું હતું.

બાળકને જન્મ આપ્યા બાદ ચાર મહિના પછી કામ પર પરત ફરશે

અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન અને કેટરીના કૈફ સ્ટારર ‘ઝીરો’ ફિલ્મમાં દેખાઈ હતી. ત્યારબાદ તેણે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. તેને કહ્યું હતું કે બાળકને જન્મ આપ્યા બાદ ચાર મહિના પછી તે કામ પર પરત ફરશે. પ્રોડ્યુસર તરીકે અનુષ્કા શર્માએ ગયા વર્ષે વેબસિરીઝ ‘પાતાલ લોક’, ડિજિટલી રિલીઝ થયેલી ફિલ્મ ‘બુલબુલ’ પ્રોડ્યુસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here