Home બોલીવૂડ સોશિયલ મીડિયા : અનુષ્કા શર્માએ તેની વેબ સિરીઝ પાતાલ લોકને લઈને મીમ્સ શેર કર્યા, ખુદની ફિલ્મ્સના લુક શેર કર્યા

સોશિયલ મીડિયા : અનુષ્કા શર્માએ તેની વેબ સિરીઝ પાતાલ લોકને લઈને મીમ્સ શેર કર્યા, ખુદની ફિલ્મ્સના લુક શેર કર્યા

0

મુંબઈ. અનુષ્કા શર્માએ પ્રોડ્યુસર તરીકે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પરની વેબ સિરીઝ પાતાલ લોકને લોકોએ ઘણી વખાણી છે. આ સિરીઝને લઈને અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર ખુદના જ મીમ્સ શેર કર્યા છે. તેણે સ્વર્ગ, ધરતી અને પાતાલ લોકના લુક શેર કર્યા છે.

તેણે બે મીમ્સમાં તેની ફિલ્મ્સના લુક શેર કર્યા છે.

https://www.instagram.com/p/CAP2AZ8J4oA/?utm_source=ig_embed

મીમમાં એ દિલ હૈ મુશ્કિલ, સુલતાન અને NH 10 ફિલ્મના લુક છે જ્યારે બીજા મીમમાં ફિલૌરી, સુઈ ધાગા અને પરી ફિલ્મના લુક છે. અનુષ્કાએ આ પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, આ તમને યાદ અપાવા માટે છે કે પાતાલ લોક રિલીઝ થઇ ચૂકી છે.

પાતાલ લોકની સ્ટારકાસ્ટમાં જયદીપ અહલાવત, અભિષેક બેનર્જી, નીરજ કાબી વગેરે સામેલ છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝ કોપ vs ક્રિમિનલની સ્ટોરી છે. આ સિરીઝને અવિનાશ અરુણ અને પ્રોસિત રોયે ડિરેક્ટ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here