Friday, August 6, 2021
Homeઅનુષ્કાનો મોટો ખુલાસો, પીડા સાથે કહ્યું 'મેે ગર્ભાશય કઢાવી નાખ્યું કારણ કે...
Array

અનુષ્કાનો મોટો ખુલાસો, પીડા સાથે કહ્યું ‘મેે ગર્ભાશય કઢાવી નાખ્યું કારણ કે મોતની બીક હતી’

અભિનેત્રી કે પછી કોઈ પ્રખ્યાત ગાયિકાને આપણે હંમેશા પડદા પર જ જોતા હોઈએ પરંતુ એની પર્સનલ લાઈફ વિશે ઓછું જાણતા હોઈએ. જો કે અવાર નવાર સેલેબ્સ તેની લાઈફ વિશે અવનવા ખુલાસા કરતાં રહેતા હોય છે. એ જ રીતે એક ફેમસ સિતાર વાદકે ખુલાસો કર્યો છે કે જે સાંભળી તમે ચોંકી જશો.

પ્રખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકરે ગયા વર્ષે ઓપરેશન કરાવીને પોતાનું ગર્ભાશય કઢાવી નાખ્યું છે. એ સિવાય તેનાં પેટમા 13 ટ્યુમર પણ હતા જેને પણ ડોક્ટરે સર્જરી કરીને કાઢી નાખ્યાં છે. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં તેનાં વિશે પુરી માહિતી આપી હતી.

અનુષ્કાએ પોસ્ટમાં લખ્યું કે તેની પાસે હવે ગર્ભાશય નથી. તેણે જણાવ્યું કે ગર્ભાશયમાં પ્રોબ્લેમ હોવાનાં કારણે તેનું ગર્ભાશય 6 મહિનામાં એક ગર્ભવતી સ્ત્રી જેવડું થઈ ગયું હતું. ત્યારબાદ 13 ટ્યુમર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે આ બિમારીનાં લીધે તેની સેક્સ લાઈફ પર પણ પ્રશ્નો ઉભા થતા હતા અને મોતનો પણ ડર હતો. મે જ્યારે મારા પરિવાર સાથે વાત કરી તો હું એ જાણીને ચોંકી ગઈ કે આવું ઓપરેશન કેટલી મહિલાઓ કરાવી ચૂકી છે.

ત્યારબાદ અનુષ્કાએ કહ્યું કે, મે એક મહિલા સાથે વાત કરી કે આ પ્રકારની બિમારીની વાતો મહિલાઓ કેમ નથી કરતી, તો મહિલાએ જવાબ આપ્યો કે મહિલાઓની બિમારીની વાતો બધી જગ્યાએ ન કરી શકાય ને! અનુષ્કાએ આ વાત પર અફસોસ પણ વ્યક્ત કર્યો કે મહિલાઓ અને બાળકીઓને કેટલું ઘુંટણીએ પડવું પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments