હાથરસના દરિંદોને બચાવવા મેદાને ઉતરશે એપી સિંહ, નિર્ભયાના દોષિયોના હતા વકીલ

0
0

પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા રાજા માનવેંદ્ર સિંહ તરફથી એપી સિંહને હાથરસના આરોપીઓનો કેસ લડવા માટે કહેવામાં આવ્યું છે. માનવેન્દ્ર સિંહે જાહેર કરેલા પત્રમાં કહ્યું કે, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા પૈસા એકઠાં કરીને વકિલ એપી સિંહની ફી ભરશે.

આ પત્રમાં કહેવામાં આવ્યું કે હાથરસ કેસના માધ્યમથી SC-ST એક્ટનો દુરઉપયોગ કરીને સવર્ણ સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે. જેનાથી ખાસકરીને રાજપુત સમાજ ખુબ આઘાત પામ્યો છે. એવમાં આ મામલે દુધનું દુધ અને પાણીનું પાણી કરવા માટે એ.પી.સિંઘ દ્વારા આરોપી પક્ષ વતી કેસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એટલું જ નહી જાણકારી પ્રમાણે હાથરસ કેસના આરોપીઓના પરિવાર તરફથી પણ એપી સિંહને કેસ લડવા માટે કહેવામાં આવ્યું છે.

નિર્ભયાને ન્યાય અપાવનાર જાણીતા એડવોકેટ સીમા કુશવાહા મફતમાં કેસ લડશે

દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપ અને હત્યાની ઘટનામાં પીડિત પરિવાર ની મદદે સુપ્રીમ કોર્ટના જાણીતાં વકીલ સીમા કુશવાહ આવ્યા હતા અને તેઓએ આ કેસ મફત માં લડવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે સીમાએ 2012માં નિર્ભયાનો કેસ લડ્યો હતો. આ કેસના ચારેચાર આરોપીને આ વર્ષે 20 માર્ચે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે હાથરસના પીડિત પરિવારને પણ ન્યાય મળવાની આશા વધી ગઈ છે.

વકીલ સીમા કુશવાહે જણાવ્યુ હતું કે પીડિત પરિવાર ઘણો ડરેલો છે. પહેલા પુત્રીને મારી નાખવામાં આવી, પછી રાત્રે પ્રશાસને એના જબરદસ્તીથી અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.
સીમાએ કહ્યું હતું કે ડીજીપી અને અપર મુખ્ય સચિવ ઘરે આવવાને પગલે પરિવારમાં થોડી ન્યાયની આશા જાગી છે. અત્યારસુધીમાં પ્રશાસન અધિકારીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી છે એ માત્ર દેખાડો જ છે.

વર્મા કમિટીની ભલામણો મુજબ અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. પરિવારે મને પરવાનગી આપી છે. તેમણે વકીલાતનામા પર સહી કરી છે અને હવે આરોપીઓ ને સજા મળશે, આમ હવે આ કેસ માં પીડિત પરિવાર ને ન્યાય મળવાની આશા અનેકગણી વધી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here