હેલ્મેટ ફિલ્મ : અપારશક્તિ ખુરાનાએ બતાવ્યું કે હવે રોમેન્ટિક સીનનું શૂટિંગ કઈ રીતે થશે, પ્રનુતન બહલ સાથે કો-સ્ટાર ફેસ શિલ્ડ લગાવીને દેખાયો

0
4

કોરોના વાઇરસ મહામારીને કારણે લાઈફસ્ટાઈલમાં ઘણો ફેરફાર થયો છે. ત્રણ મહિના પછી શૂટિંગ શરૂ થયું છે તો દરેક આર્ટિસ્ટને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે નિયમો પાળવાના રહેશે. આ વચ્ચે અપારશક્તિ ખુરાનાએ રસપ્રદ રીતે જણાવ્યું કે હવે રોમેન્ટિક સીનનું શૂટિંગ કરી રીતે થશે.

અપારશક્તિએ તેની ફિલ્મ હેલ્મેટનો એક સીન શેર કર્યો હતો જેમાં એડિટિંગ કરી ફેસ શિલ્ડ લગાવવામાં આવ્યા હતા. તેણે લખ્યું કે, સારું થયું આ સીન મહામારી પહેલાં શૂટ કરી લેવામાં આવ્યો હતો નહીં તો આજના ટાઈમમાં પ્રોટેક્શન સાથે શૂટ કરવું પડત. હેલ્લો પ્રોટેક્શન મતલબ માસ્ક. તમે લોકો તો કંઈપણ વિચારવા લાગો છો. દરેક હેલ્મેટ સરખા નથી હોતા.

હેલ્મેટ ફિલ્મથી દંગલ, લુકા છુપ્પી, પતિ, પત્ની ઔર વો જેવી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં છવાઈ જનાર અપારશક્તિ ખુરાના લીડ એક્ટર તરીકે એન્ટ્રી લઇ રહ્યો છે. ડિરેક્ટર સતરામ રામાણીની આ ફિલ્મમાં પ્રનુતન બહલ લીડ એક્ટ્રેસ છે. મોહનિસ બહલની દીકરી પ્રનુતને નોટબુક ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. સ્ત્રી ફેમ અભિષેક બેનર્જી અને આશિષ વર્મા પણ ફિલ્મની કાસ્ટમાં સામેલ છે. આ સેક્સ કોમેડી ફિલ્મને લુકા છુપ્પી ફેમ રાઇટર રોહન શંકરે લખી છે. એક્ટર ડીનો મોરિયાએ સોની પિક્ચર્સ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.