Saturday, September 25, 2021
Homeઅમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં પણ હવે મળશે સ્પુતનિકની મોંઘી રસી
Array

અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં પણ હવે મળશે સ્પુતનિકની મોંઘી રસી

કોવિશિલડ અને કોવેક્સિન રસી કરતા રશિયન બનાવટની સ્પુતનિકની ખૂબ ડિમાન્ડ છે. હાલમાં ખાનગી કંપની અને ઉદ્યોગોના કર્મચારીઓને ખાનગી હોસ્પિટલના માધ્યમથી આ રસી આપવામાં આવી રહી છે. જોકે, અન્ય રસી કરતા સ્પુતનિક રસીને સાચવવાનો ખર્ચ ખૂબ જ વધુ આવે છે. આમ છતાં સક્સેસ રેટ વધુ હોવાના કારણે સ્પુતનિક- વી રસી ડિમાન્ડ વધુ છે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલમાં આ રશિયન રસી મળતી હતી પણ હવે આગામી દિવસોમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા સહિતના શહેરોમાં પણ સ્પુતનિક રસી મળશે.

અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં ખાતે રસી આપવામાં આવી

હાલ ગુજરાતમાં કોવિશિલડ અને કોવેક્સિન રસી જ સરકારી રસી કેન્દ્રોમાં આપવામાં આવે છે. કેટલાય લોકો સ્પુતનિક રસી લેવા ઇચ્છુક છે પણ હજુ રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલમાં આ રસી આપવા મંજૂરી આપી નથી. બીજી તરફ, રાજ્યના ઉદ્યોગોને ખાનગી કંપનીઓએ પોતાના ખાસ ફંડમાંથી ખાનગી હોસ્પિટલોમાં મારફતે પોતાના કર્મચારી અને તેમના પરિવારજનોને રસી આપવાનું નક્કી કર્યું છે અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં ખાતે રસી આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments