APL-1 કાર્ડધારકોને પણ એપ્રિલ મહિના માટે અનાજ વિના મૂલ્યે આપવામાં આવશેઃ અશ્વિની કુમાર

0
6

રાજ્ય સરકારે ગુજરાતના 66 લાખ ગરીબ પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહિના માટેનું અનાજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છેકે, APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ 179 દર્દીઓ

રાજ્યમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. આજે વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ 179 દર્દીઓ થયા છે. જ્યારે જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત નીપજતાં કુલ મૃત્યાંક 16એ પહોંચ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે દર્દીના મોત નીપજ્યાં છે. કુલ 179 પોઝિટિવ કેસમાંથી 138 એક્ટિવ દર્દી, 136 સ્ટેબલ, 2 વેન્ટિલેટર અને 25ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 932 ટેસ્ટ કર્યાં છે, જેમાં 14 પોઝિટિવ, 687 નેગેટિવ અને 231 પેન્ડિંગ છે. આજે પણ આ રીતે ટેસ્ટ કરવામાં આવશે. 179 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશ, 32 આંતરરાજ્ય અને 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે ત્યારે આવા કેસો વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે.

ગુજરાત અપડેટ

દિલ્હી મરકઝમાંથી આવેલા 100 લોકોનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાશે
વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

અમદાવાદનો કોટ વિસ્ટર બફર ઝોન જાહેર, આવતી કાલમ મેગા સર્વેલન્સ કરાશેઃ મ્યુ.કમિશનર વિજય નહેરા
જૂનાગઢમાં મનપાની ટીમ ઘરે ઘરે જઇને સ્ક્રિનિંગ કરશે
સાબરકાંઠામાં ખોટી ટ્રાવેલ હિસ્ટ્રી આપવા બદલ પોઝિટિવ દર્દી સામે ફરિયાદ નોંધાઈ
આણંદમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 40 વેપારીઓની ધરપકડ કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં અપડાઉન કરતા કર્મચારીઓને બહાર જવા મનાઇ કરાઈ
આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો

રાજ્યમાં રેપિડ ટેસ્ટ શરૂ કરાયા

ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આવી 40 હજાર કિટ્સ કેન્દ્ર સરકાર પાસેથી મંગાવી છે. આવાં રેપિડ ટેસ્ટમાં લોહીના પરીક્ષણથી વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થયેલાં એન્ટિબોડી એટલે કે બહારથી આવેલાં સજીવ તત્ત્વોની હાજરીથી કોરોનાનો ચેપ છે કે નહીં તે જણાય છે. હાલ જ્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવાં હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોનું મોટાપાયે પરીક્ષણ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં કુલ 179 પોઝિટિવ કેસ, 16ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 83 05 07
સુરત 23 04 05
ભાવનગર 16 02 01
ગાંધીનગર 13 00 02
વડોદરા 13 02 06
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
છોટાઉદેપુર 01 00 00
સાબરકાંઠા 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 179 16 25

 

લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશેઃ  DGP

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ સંદર્ભે મીડિયાને જણાવ્યું કે, લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. તેમજ કોઈપણ ધાર્મિક મેળાવડો યોજવા મંજૂરી નથી. લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ કડક પગલા લેતા અચકાશે નહીં.જ્યાં જ્યાં કોરોનાના કેસ વધ્યા છે ત્યાં ત્યાં પોલીસ પહેરો વધાર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા પગલાં લેવા જરૂરી છે. દિલ્હી મરકઝમાં ગયેલા વધુ એકની ઓળખ કરવામાં આવી છે. લોકડાઉનના પાલન માટે NCC અને NSSના કેડેટની મદદ લેવાશે. અન્ય શહેરમાંથી કોઈ વ્યક્તિ આવે તો લોકો તેની જાણકારી આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here