Sunday, September 19, 2021
HomeAPPએ પાર્ટીમાંથી કાઢી મુક્યાં, ભાજપે કહ્યું અમારી પાર્ટીમાં આવતા રહો! નેતાએ ઝંપલાવ્યું
Array

APPએ પાર્ટીમાંથી કાઢી મુક્યાં, ભાજપે કહ્યું અમારી પાર્ટીમાં આવતા રહો! નેતાએ ઝંપલાવ્યું

2019ની લોકસભાની ચૂંટણીનું મહાસંમેલન હવે દિવસે અને દિવસે પ્રબળ બનતુ જાય છે. આજે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યોમાં રેલી કરવાનાં છે તો પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ યાત્રા પણ ચાલુ છે. તો એક બાજુ કૉંગ્રેસ અને આપનાં જોડાણમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અને બીજા પણ એક સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી કાઢી નાખવામા આવેલા પંજાબનાં ફતેહગઢ સાહિબના સાંસદ હરિદર સિંહ ભાજપમાં સામેલ થયા છે. હરિંદર એ વખતે ચર્ચામા આવેલા કે જ્યારે ભગવંત માનની ફરિયાદ કરવામા આવી હતી.

જયા પ્રદા પણ જોડાયા ભાજપમાં

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ સપા સાંસદ જયા પ્રદાને રામપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જયા પ્રદા ભાજપમાં જોડાયા તેના કલાકોમાં જ તેમને રામપુરની બેઠક ફાળવી દેવામાં આવી. અહીં તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આઝમ ખાન સામે થશે.

લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીની રામપુર બેઠક પર મોટો દાવ ખેલ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાન સામે ભાજપે અભિનેત્રી અને પૂર્વ એસપી લીડર જયા પ્રદાને ઉમેદવાર બનાવ્યા. આઝમ ખાન અને જયા પ્રદા વચ્ચેની અદાવત નવી વાત નથી. જેથી રામપુર બેઠક પર મુકાબલો રોચક બની ગયો છે. પહેલાથી જ મનાઇ રહ્યું હતુ કે આઝમ ખાન સામે ભાજપ કોઇ મોટા ચહેરાને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. ત્યારે હવે ભાજપે બે વખત રામપુર બેઠક પરથી સાંસદ રહી ચુકેલા જયા પ્રદાને ટિકિટ આપીને આઝમ ખાનની મુશ્કેલી વધારી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments