ગુજરાત સરકાર ની ઉજવણીના રંગમાં ભંગ પડી શકે છે. નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરવા અંગે સુપ્રીમ કોર્ટમાં થઇ અરજી.

0
13

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમની જળસપાટી વધી રહી છે. અત્યારે ડેમની જળસપાટી ૧૩૭ મીટરે પહોંચી છે. હવે એક જ મીટર બાકી છે. ૧૩૮ મીટર પાણી ભરાતાં નર્મદા ડેમ છલકાઈ જશે. ગુજરાત સરકારે આ ઐતિહાસિક ઘટનાની ભવ્ય ઉજવણી કરવા તૈયારી કરી છે. તેમાં અવરોધ સર્જાઈ શકે છે. કેમ કે, નર્મદા બચાવો આંદોલન સમિતિએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. સમિતિએ સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરી છે કે, જો નર્મદા ડેમને સંપૂર્ણપણે ભરવામાં આવશે તો મધ્યપ્રદેશના ૧૭૫ ગામડાઓ ડૂબી જાય તેવી સંભાવના છે.

આ અગાઉ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરવા અંગે વિરોધ નોંધાવી કેન્દ્રીય ઉર્જામંત્રીને પત્ર લખ્યો હતો. હાલમાં નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાંથી પાણી છોડતા ભરૂચ, વડોદરા, અંકલેશ્વરના ૧૫૦ ગામોને એલર્ટ કરાયાં છે. અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આમ, અત્યારે નર્મદા ડેમ ભરવાનો મુદ્દો હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here