તમિળનાડુ સરકારને મંદિરની મુક્તિ માટે અપીલ કરી, ગનાએ પણ સદગુરુનું સમર્થન કર્યું

0
11

ઈશા ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર, આધ્યાત્મિક ગુરુ તથા સદગુરુના નામથી લોકપ્રિય જગ્ગી વાસુદેવે તમિળનાડુના મંદિરોને સરકારના નિયંત્રણથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી છે. હવે કંગનાએ પણ સદગુરુનું સમર્થન કર્યું છે. તેણે સો.મીડિયામાં #FreeHinduTemples અને #FreeTNTemples જેવા હેશટૅગથી સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું હતું, ‘હિંદુઓનું શોષણ, દમન તથા હેરાનગતિ બંધ થાય તે જરૂરી છે. સૌથી મહાન તથા જૂની સભ્યતાની ધીમી હત્યાને બંધ કરવાની જરૂર છે.’

કંગનાની સો.મીડિયા પોસ્ટ

કંગનાની સો.મીડિયા પોસ્ટ

હિંદુઓને દાનના રૂપમાં મળતા ભથ્થાની જરૂર નથીઃ સદગુરુ

સોમવાર, 15 માર્ચના રોજ સદગુરુએ તમિળનાડુના મંદિરના સંદર્ભમાં સો.મીડિયામાં કહ્યું હતું, ‘હિંદુ સમુદાયને તીર્થયાત્રા માટે દાનમાં મળતા ભથ્થાની જરૂર નથી. શાનદાર મંદિરોની દૈનિક યાત્રા જ આપણું તીર્થ છે. પૈસા નહીં, આપણે મંદિરના ગૌરવને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.’

સદગુરુની સો.મીડિયા પોસ્ટ

સદગુરુની સો.મીડિયા પોસ્ટ

‘આ કોઈ એવો મુદ્દે નથી, જે કોર્ટમાં સેટલ કરવામાં આવે’

સદગુરુએ તમિળનાડુના મુખ્યમંત્રી તથા સુપરસ્ટાર રજનીકાંતને ટૅગ કરીને અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, ‘જો આઝાદીના 75 વર્ષે પછી પણ આપણને આપણી ઈચ્છાનુસાર ધર્મનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા નથી તો પછી આ કેવી આઝાદી છે?’ સદગુરુ માને છે કે સમુદાયને મંદિર પરત કરવા માટે કાયદો બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું, ‘આ કોઈ એવો મુદ્દો નથી, જેને કોર્ટમાં સેટલ કરી દેવામાં આવે. કાયદો કહે છે કે સમુદાયને તેની ઓનરશિપનો હક મળવો જોઈએ, આ તેનો અધિકાર છે.’

સો.મીડિયા પોસ્ટમાં મંદિરની સ્થિતિ અંગે વાત કરી હતી

સો.મીડિયા પોસ્ટમાં મંદિરની સ્થિતિ અંગે વાત કરી હતી

સદગુરુએ ગુરુદ્વારાનું ઉદાહરણ આપ્યું

સદગુરુએ પોતાની અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, ‘ગુરુદ્વારા આ વાતનું સારું ઉદાહરણ છે કે એક સમુદાય પોતાના ધાર્મિક સ્થળને કેટલી સારી રીતે મેનેજ કરી શકે છે.’ આ સાથે જ વીડિયો રિલીઝ કરીને તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીના શાસનમાં મંદિરોની બગડતી સ્થિતિ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે મંદિરની પવિત્રતા જાળવી રાખવામાં આવે અને પતનમાંથી બહાર કાઢવામાં આવે. આ માટે સરકાર મંદિરોને પોતાના વહીવટમાંથી મુક્ત કરે તે જરૂરી છે.

સદગુરુની સો.મીડિયા પોસ્ટ

સદગુરુની સો.મીડિયા પોસ્ટ

‘11,999 મંદિર પૂજા માટે તરસી રહ્યાં છે’

ફેબ્રુઆરીની એક પોસ્ટમાં સદગુરુએ કહ્યું હતું, ‘પૂજા વગર 11,999 મંદિરો મરી રહ્યા છે. 34 હજાર મંદિરોની વાર્ષિક આવક 10 હજાર રૂપિયાથી પણ ઓછી છે અને તેઓ સંઘર્ષ કરી રહ્યાં છે. 37 હજાર મંદિરમાં પૂજા, દેખરેખ તથા સુરક્ષા માટે માત્ર એક વ્યક્તિ છે. મંદિરને ભક્તો માટે મુક્ત કરવામાં આવે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here