Apple લાવી શકે છે ફોલ્ડેબલ iPhone 11, કામ કરી રહ્યું છે સીક્રેટ પ્રોજેક્ટ પર

0
64

વર્ષ 2019ની શરૂઆતમાં જ પહેલા સેમસંગ અને પછી હુવાવેએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરતાં નવી ટેક્નોલોજી વાળા ફઓન્સની શરૂઆત કરી દીધી છે. TCL અને Royole ઉપરાંત મોટોરોલા પણ પોતાના Razr સ્માર્ટફોનને ફોલ્ડેબલ ડિવાઇસ તરીકે લોન્ચ કરવાનો છે. એવામાં એપલ પાછળ રહેવા માગતું નથી. ખાસ વાત એ છે કે આ વર્ષે આવનાર iPhone 11 માટે કોઇ ડિટેલ્સ સામે આવી નહતી અને હવે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ પણ ફોલ્ડેબલ હોઇ શકે છે.

ઇન્ડસ્ટ્રીના વિશ્લેષકોનું માનવું છે કે એપલ એક સીક્રેટ પ્રોડેક્ટ હેઠળ ફોલ્ડેબલ વાળા સ્ક્રીનનું ટેસ્ટિંગ કરી રહ્યો છે અને ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરી શકે છે. સીસીએસ ઇનસાઇટના એક્સપર્ટ એનાલિસ્ટ બેન વુડે સ્પષ્ટ કર્યું કે એપલ એવી કટિંગ એજ ટેકનોલોજી લાવનાર પહેલી બ્રાન્ડ કદાચ બની શકે કારણ કે એ દરેક ટેસ્ટ બાદ એને સારો કરવાની રાહ જોશે.

બેને વધુમાં જણાવ્યું કે તાજેતરમાં લોન્ચ થયેલા સેમસંગ અને હુવાવેના સ્માર્ટફોનને આધાર બનાવતા એપલ સમજશે કે એ ફોલ્ડેબલ સ્માર્ટફોનને કેવી રીતે સારો બનાવી શકે છે અને iPhoneમાં શું ફીચર્સ જોડી શકે છે. એ માટે હજુ પણ એક્સપર્ટ પોતાનું મંતવ્ય જણાવી શક્યા નથી કે ફોલ્ડેબલ સ્માર્ટફોન કેટલો સફળ હશે. આ પાછળ આઇડિયા એવો છે કે તમે ટેબલેટની સાઇઝની મોટી સ્ક્રીનને સાથે લઇને ચાલી શકશો જે મોબાઇલની જેમ પોકેટમાં ફિટ થઇ જશે.

જો કે અત્યાર સુધી લોન્ચ થયેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની કિંમત ખૂબ વધારે છે કારણ કે હાઇ ક્વોલિટી ડિસ્પ્લે વાળી સ્ક્રીન્સ માટે ફોલ્ડ મુશ્કેલ અને મોંધું છે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડ અને હુવાવે મેટ એક્સની સરખામણી એપલનો સૌથી મોંઘો આઇફોન XS પણ સસ્તો લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here