Monday, September 20, 2021
Homeઆજે રાતે 10:30 વાગ્યે શરુ થશે એપલ ઈવેન્ટ, યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ...
Array

આજે રાતે 10:30 વાગ્યે શરુ થશે એપલ ઈવેન્ટ, યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે

ટેક જાયન્ટ એપલ 20 એપ્રિલે સ્પ્રિંગ લોડેડ યોજવા જઈ રહી છે. આ ઈવેન્ટ ભારતીય સમયાનુસાર આજે રાતે 10:30 વાગ્યે શરૂ થશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં કંપની તેનું આયોજન વર્ચ્યુઅલ કરશે. ઈવેન્ટને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સાથે યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. ઈવેન્ટમાં નેક્સ્ટ જનરેશન આઈપેડ પ્રો લોન્ચ થઈ શકે છે.

યુટ્યુબ યુઝર્સ કંપનીની ઓફિશિયલ ચેનલ પર જઈને ઈવેન્ટ જોઈ શકે છે. કંપનીએ તેની લિંક Apple Event — April 20 નામથી રિલીઝ કરી છે.

સ્પ્રિંગ લોડેડથી એક્સ્પેક્ટેશન

આ ઈવેન્ટમાં કંપની નવું આઈપેડ પ્રો ટેબ્લેટને મિની LED ડિસ્પ્લે સાથે રજૂ કરી શકે છે. આ ટેબ્લેટ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ સિવાય કંપની ટ્રેકર અર્થાત એરટેગ પણ રજૂ કરી શકે છે. જોકે આ ઈવેન્ટમાં કઈ પ્રોડક્ટ લોન્ચ થશે તેના પર હજુ પણ સસ્પેન્સ જ છે.

નેક્સ્ટ જનરેશન આઈપેડમાં મિની LED ડિસ્પ્લે મળી શકે છે. તે સારા કલર્સ, કોન્ટ્રાસ્ટ અને ઈમેજિસ સપોર્ટ કરશે. ટોપ એન્ડ આઈપેડ પ્રો મોડેલમાં 12.9 મિની LED ડિસ્પ્લે અપગ્રેડ મળી શકે છે.

એપલ ગ્લાસ રજૂ થઈ શકે છે

ગત વર્ષે ટિપ્સ્ટર જોન પ્રોસેરે એપલ ગ્લાસની ડિટેલ લીક કરી હતી. તે પ્રમાણે તેમાં AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) ટેક્નોલોજીથી સજ્જ હશે. તેની કિંમત 499 ડોલર (આશરે 37,700 રૂપિયા) હશે. એપલ AR અને VR હેડસેટ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે.

એપલ ગ્લાસની ડિઝાઈન (સંભવિત)

પ્રોસેરના લીક રિપોર્ટ પ્રમાણે, એપલ ગ્લાસની ડિઝાઈન અન્ય સ્ટાન્ડર્ડ ગ્લાસ જેવી જ હશે. એપલ ગ્લાસમાં પ્લાસ્ટિક મિટિરિયલનો ઉપયોગ થશે. જોકે ફાઈનલ પ્રોડક્ટમાં મટિરિયલ બદલાઈ શકે છે. તે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. તેની સાથે ચાર્જિંગ સ્ટેન્ડ પણ મળશે.

એપલ ગ્લાસ ફીચર્સ (સંભવિત)

લીક રિપોર્ટ પ્રમાણે, એપલ ગ્લાસને આઈફોન સાથે કનેક્ટ કરી શકાશે. આઈફોનથી તે કન્ટ્રોલ થશે. તેમાં LiDAR સેન્સર મળી શકે છે. પ્રાઈવસી જાળવી રાખતા તેમાં કોઈ કેમેરા નહિ હોય. તેના ગ્લાસમાં ઈન્ફોર્મેશન ડિસ્પ્લે થશે. તેના માટે કંપની સ્ટારબોર્ડ નામની UI ઉપયોગ કરશે. ગ્લાસ પર જે ઈન્ફોર્મેશન ડિસ્પ્લે થશે તે માત્ર પહેરનારા યુઝર્સને જ દેખાશે. ગ્લાસ જેશ્ચર કન્ટ્રોલ સપોર્ટ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments