અપકમિંગ : એપલનાં લેટેસ્ટ ‘મેકબુક પ્રો’ અને ‘આઇપેડ પ્રો’ ઓક્ટોબરમાં લોન્ચ થશે

0
0

ગેજેટ ડેસ્કઃ ટેક કંપની એપલ તેના મેકબુક અને અઈપેડના પોર્ટફોલિયોને વધારવાની તૈયારીમાં છે. થોડાં દિવસ પછી યોજાનાર એપલના એક ઇવેન્ટમાં 16 ઇંચનું ‘મેકબુક પ્રો’ અને ‘આઇપેડ પ્રો‘ લોન્ચ કરી શકે છે. આ સાથે જ આ ઇવેન્ટમાં આઈટેમ ટ્રેકર પણ લોન્ચ થઈ શકે છે. આ ઇવેન્ટ બ્રુકલીન અકેડેમી ઓફ મ્યૂઝિકમાં યોજાઈ શકે છે.

મેકબુક પ્રો
મીડિયા રિપોર્ટ અનુસાર ‘મેકબુક પ્રો’ની સાઈઝ મેકબુક જેટલી જ આપવામાં આવશે પરંતુ, તેમાં થિન બેઝલ આપવામાં આવશે. તેમાં 3072×1920 રિઝોલ્યુશનની ડિસ્પ્લે આપવામાં આવશે.

આઇપેડ પ્રો
તાજેતરમાં 11 ઇંચ અને 12.89 ઇંચની ડિસ્પ્લેવાળા આઇપેડ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ નેક્સ્ટ લોન્ચિંગ ઇવેન્ટમાં નવાં ‘આઇપેડ પ્રો’માં આઈફોન A 13 બાયોનિક ચિપસેટ આપવામાં આવી શકે છે. આ નવા આઈપેડમાં આઈફોન 11 જેવું જ કેમેરા સેટઅપ આપવામાં આવશે.

એપલ ટેગની જેમ કંપની આઈટેમ ટ્રેકરને પણ લોન્ચ કરી શકે છે. તેને કોઈ પણ વસ્તુ સાથે અટેચ કરી શકાશે. આ ગેજેટની મદદથી ખોવાયેલી વસ્તુ સરળતાથી શોધી શકાશે.

આઇઓએસ 13.2
અપકમિંગ લોન્ચિંગ ઇવેન્ટમાં કંપની આઇઓએસ 13ના નવા વર્ઝન 13.2 ને પણ લોન્ચ કરી શકે છે.

મેકઓએસ કેટાલીના
ઇવેન્ટમાં કંપની મેક ઓએસ કેટાલિનાનું ફાઇનલ વર્ઝનને પણ રોલઆઉટ કરી શકે છે. તેમાં મ્યૂઝિક, પોડકાસ્ટ અને ટીવી સહીત અનેક એપ્લિકેશન જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here