Monday, October 18, 2021
HomeSSD દ્વારા SC સમાજની દિકરીના હત્યાની ઘટના અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર...
Array

SSD દ્વારા SC સમાજની દિકરીના હત્યાની ઘટના અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત

ગત તા:1/1/2020 ના રોજ અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના સાયરા ગામ મા અનુસુચિત જાતિ ની દિકરી ને  સરા જાહેર મા નરાધમો એ અપહરણ કરી ચાર થી પાંચ દિવસ ગૌંધી રાખી ને અમાનુષી અત્યાચાર તથા સામુહિક બળાત્કાર કરી સરકાર ના “બેટી બચાવો બેટી પઢાવો”ના દાવા ને પોકળ સાબિત કરી દિધા છે.
પોલીસ તંત્ર દ્વારા દિકરી ના માતા પિતા જયારે દિકરી ના અપહરણ ની ફરિયાદ કરવા ગયા ત્યારે FIR પણ નોંધવામા ન આવી અને જાતિવાદી માનસિકતા ધરાવતા પોલીસ તંત્ર દ્વારા અનુ. જાતિ ની દીકરી ની કુર હત્યા મા એટલો જ ફાળો છે જેટલો નરાધમ અપરાધીઓને પોલીસ તંત્ર ની ઢીલીનિતિ  અને પક્ષપાતી વલણ ના કારણે અનુ. જાતિ ની માસુમ દિકરી ની હત્યા કરી તા 5/1/2020ના રોજ  સાયરા ગામ થી અમરાપર જવાના રોડ પર આવેલ વડલા પર લટકાવી દેવામા આવી.
આ દેશમાં અવારનવાર આવી જધન્ય ધટનાઓ બની રહી છે છતા આ જાડી ચામડી ની  સરકાર મા પેટનુ પાણી હલતુ નથી  આથી અમારી સ્વયમ્ સૈનિકદળની માંગણી છેકે  જો આ સરકાર સ્ત્રીઓ દલીતો પિડીતો  શોષિતો ની રક્ષક હોય તો આવા નરાધમો પર કડક મા કડક પગલા લે અને જે ન્યાય નિર્ભયા તેમજ ડો. પ્રિયંકા રેડ્ડી ના ગુનેગારો ને મળ્યો હતો તેવો જ ન્યાય આ અનુ. જાતિ ની દિકરી ને આપી આ સરકાર જાતિવાદી વલણ ધરાવતી નથી તેવુ સાબિત કરે તથા જે પોલીસ તંત્ર ના જવાબદાર અધિકારી એ આ બનાવ મા ઢીલીનિતિ રાખી પોતાની ફરજ ચૂક કરી છે તેમને તાત્કાલિક ફરજ પર થી બરતરફ કરે તેવી  અમારી સ્વયમ્ સૈનિક દળ(SSD) વતી માંગ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWSW, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments