નાગરિકતા સુધારા કાયદાઓને પડકારતી અરજીઓની સુનાવણી હોળી પછી થશે

0
8

નવી દિલ્હી તા.5
ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેના વડપણ હેઠળની બેંચે નાગરિકતા સુધારા કાયદાની બાબત હોળી પછી કોર્ટમાં લાવવા જણાવ્યું હતું. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે તાકીદે સુનાવણી માંગતા જણાવ્યું હતું કે કેન્દ્રએ આ મામલે પોતાનો જવાબ રજુ કર્યો નથી. જવાબમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે જણાવ્યું હતું કે સરકાર થોડા દિવસોમાં જવાબ રજુ કરશે.

નાગરિકતા કાયદાને પડકારતી 143 અરજીઓ કોર્ટમાં પડતર છે. અરજીઓમાં રજુઆત કરવામાં આવી છે કે સીએએ બંધારણના મૂળભૂત ઢાંચાની વિરુદ્ધ છે. કેટલીક અરજીઓમાં 10 જાન્યુઆરીએ અમલમાં આવેલો કાયદો પાછો ખેંચવા માંગણી કરાઈ છે. આવી અરજી કરનારાઓમાં કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ, મુસ્લિમ લીગ અને તેના સાંસદો, એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદીન ઔવેસીસ, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયન અને ત્રિપુરાના પુર્વ રાજવી પ્રદ્યોતકીશોરદેવ વર્મા સામેલ છે. દરમિયાન, નવ જજોની બેંચ સબરીમાલા મંદિર અને મસ્જીદોમાં મહિલાઓના પ્રવેશ સહિત ધાર્મિક મુદાઓની સમીક્ષા કરી રહી છે. દાઉદી વોરા સમાજમાં મહિલાઓની સુન્નતની પ્રથા પણ વિચારાધીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here