ચોમાસામાં સ્કૂટર પર રેન સનરૂફ કવર લગાવો અને વરસાદમાં ભીના થતા બચો, કિંમત 900 રૂપિયાથી શરૂ

0
0

દિલ્હી. જુલાઈ મહિનો શરૂ થતાની સાથે આપણે ત્યાં ધીમે-ધીમે વરસાદની એન્ટ્રી થઈ રહી છે. ચોમાસામાં બાઇક અને સ્કૂટર ડ્રાઇવ કરવું થોડું મુશ્કેલ બની જાય છે. રેનકોટ પહેર્યા બાદ પણ આપણે આખા ભીના થઈ જતા હોઇએ છીએ. જો તમને પણ વરસાદમાં સ્કૂટર ચલાવવામાં તકલીફ પડતી હોય તો ટૂ-વ્હીલરમાં રેન સનરૂફ લગાવી શકાય.

રેન કવરથી ડ્રાઇવિંગ ઇઝી બનશે

વરસાદમાં પણ બાઇક અને સ્કૂટરથી ડ્રાઇવિંગ ઇઝી બને એ માટે સ્પેશિયલ રેન કવર બનાવવામાં આવ્યા છે. તે સનરૂપ કવર નામથી પણ ઓળખાય છે. આ સંપૂર્ણપણે વોટરપ્રૂફ હોય છે. જો કે, તેમાં પગનો ભાગ વરસાદમાં પણ પલળી જાય છે. પરંતુ માથા અને શરીરના ઉપરના ભાગને વરસાદનો એક છાંટો પણ નથી અડતો.

કવર સ્કૂટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે
રેન કવરને બાઇક અથવા સ્કૂટરમાં સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમાં આગળ અને પાછળની બાજુ ટ્રાન્સપરન્ટ પોલિથિન હોય છે. તેમજ, ઉપર પેરાશૂટ કપડાંનું રૂફ હોય છે. આ સ્કૂટરના ફ્રંટથી લઇને સીટ સુધી કવર થાય છે. જેના કારણે વરસાદનું પાણી અંદર નથી આવતું. જો કે, પગ પલળી જાય છે. આ કવર સરળતાથી કાઢી પણ શકાય છે.

કિંમત 900 રૂપિયાથી શરૂ

આ રેન કવરની ઓનલાઇન પ્રાઇસ આશરે 900 રૂપિયાથી શરૂ થઈ જાય છે. એક જ કવર બાઇક અથવા સ્કૂટર પર યુઝ કરી શકાશે. તેને એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે જેવી અનેક ઓનલાઇન વેબસાઇટથી પણ ખરીદી શકાય છે. તેમજ, ઓફલાઇન માર્કેટમાં પણ આ રેન સનરૂફ કવર મળી જશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here