ડ્રાય અને બે મોઢાવાળા Hair માં લગાવો મેથીનું માસ્ક, થોડા દિવસોમાં ચમકી ઉઠશે તમારા વાળ

0
6

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર અસર પડે છે. તે સાથે-સાથે સ્કિન અને વાળ પર પણ ફરક સ્પષ્ટ નજર આવે છે. વાળની વાત કરીએ તો સમય પહેલા સફેદ વાળ, વધુ પ્રમાણમાં વાળનું ખરવુ, ડેંડ્રફ, બે મોઢાવાળા વાળ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે અમે ઘણા પ્રકારના કેમિકલયુક્ત પ્રોડક્ટનો વપરાશ કરવા લાગ્યા છે. જેથી આપણા વાળ અને વધુ ઓયલી અને ફરીથી બેજાન નજર આવવા લાગે છે. એવામાં તમે ઈચ્છો તો કિચનમાં હાજર આ ખાસ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

એન્ટીઈંફ્લેમેટરની ગુણ મળી આવે છે

મેથી સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબરની સાથે-સાથે ફાસ્ફોરસ, આયરન, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, પ્રોટીન, ઝિંક જેવા ગુણ મળી આવે છે. તે સિવાય એન્ટી ઓક્સિલેન્ડ અને એન્ટીઈંફ્લેમેટરની ગુણ મળી આવે છે. જેનું સેવન દરરોજ કરવાથી તમારી સ્કિન રહેવાની સાથે-સાથે સફેદ વાળથી છુટકારો મળે છે. જાણો વાળમાં કેવી રીતે વપરાશ કરીએ.

વાળમાં આ રીતે કરો મેથીનો વપરાશ

એલોવેરા અને મેથી

એલોવેરા અને મેથી બંનેમાં એવા ગુણ મળી આવે છે જે તમારા વાળને સરળતાથી હેલ્દી રાખી શકે છે. તે માટે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા પેસ્ટ, 2 ચમચી મેથીનો પાવડર અને 1 મોટી ચમચી મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ પોતાના વાળમાં સારી રીતે લગાવી લો. અડધાથી 1 કલાક લગાવી રહ્યા બાદ પાણી અને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં એક વખત આ માસ્કનો વપરાશ કરો.

મેથી અને લીંબુ

જો તમે વાળ ખરવાની સમસ્યાથી ઘણા પરેશાન છે તો મેથી અને લીંબુનું હેરમાસ્ક તમારી મદદ કરી શકે છે. તે માટે 3 ચમચી મેથીના બી રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે તેની પેસ્ટ બનાવી લો અને તેમાં 4-5 ચમચી લીંબુનો સર મિક્સ કરો. ત્યાબાદ તેને પોતાના વાળના સ્કેલ્પ પર સારી રીતે મિક્સ કરી લગાવી લો. અડધાથી એક કલાક રહ્યા બાદ સાફ પાણી અને માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો.

મેથી અને આંબળા

આ હેર માસ્ક માટે એક બાઉલમાં 2 ચમચી મેથીના બીની પેસ્ટ, 1 ચમચી આંબળાનો પાવડર અને 2 ચમચી એરંડીયાનુ તેલ સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને પોતાના સ્કેલ્પ પર સારી રીતે લગાવી લો. લગભગ 1 કલાક રહ્યા બાદ શેમ્પૂથી ધોઈ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here