રાત્રે સૂતા પહેલાં લગાવો હોમમેડ નાઇટ સીરમ, જેનાથી તમારી ત્વચા નિખરી ઉઠશે..!

0
6

ચહેરાની દેખભાળ માટે સારી ક્રીમની સાથે સીરમ લગાવવું પણ જરૂરી હોય છે. તેનાથી સ્કિન રિપેર થવાની સાથે સાથે ડાઘ-ધબ્બા, કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે. તેને રાત્રે ચહેરા પર લગાવવાથી રાતભર સ્કિન રિપેર થઇ ગયા બાદ સાફ, ગ્લોઇંગ દેખાવા લાગે છે. આમ તો માર્કેટમાં ઘણા બધા સીરમ મળે છે પરંતુ તમે ઇચ્છો તો તેમને તેને ઘરે નેચરલ વસ્તુઓથી તૈયાર કરી શકો છો. તેના માટે તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર પડશે નહીં. તો જાણો હોમમેડ સીરમ બનાવવા માટેની પદ્ધતિ…

સીરમ બનાવવા માટેની આવશ્યક સામગ્રી

એલોવેરા જેલ – 2 મોટી ચમચી

ગુલાબ જળ – 2 મોટી ચમચી

આલમંડ ઑઇલ – 1 ચમચી

વિટામિન-ઈ ઓઇલ કેપ્સૂયુલ – 2

પદ્ધતિ  

સૌથી પહેલા એક કાચનું કન્ટેઇનર લો.

તેમાં એલોવેરા જેલ અને ગુલાબ જળ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે વિટામિન-ઈના કેપ્સયુલને કાપીને તેનું તેલ નિકાળીને તેમાં નાંખો.

હવે બદામનું તેલ મિક્સ કરીને નાંખો અને સીરમ તૈયાર કરો.

કેવી રીતે ઉપયોગ કરશો?

સૂતા પહેલા પોતાના ચહેરાને સારી રીતે ક્લીન્ઝરથી અથવા ફેસવૉશથી ધોઇ નાંખો.

એક ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નિચોડી દો અને તેનાથી ચહેરાને પ્રેસ કરો. તેનાથી સ્કિન પોર્સ ખોલવામાં મદદ મળશે.

હવે તૈયાર સીરમના કેટલાક ટીપાં લઇને તેને હળવા પ્રેશરથી આંગળીઓની મદદથી અપવર્ડ ડાયરેક્શનમાં ચહેરાની મસાજ કરો.

સીરમ લગાવવાના ફાયદા 

આ સીરમ મૉઇશ્ચરાઇઝરથી કેટલાય ગણું વધારે સારું પરિણામ આપે છે. તેનાથી સ્કિનની ઊંડાણપૂર્વક સફાઇ થવાની સાથે સાથે તેને રિપેર કરવામાં મદદ મળે છે. તમામ નેચરલ વસ્તુઓ હોવાથી તેને રાતભર સ્કિન રિપેર કરીને ડાઘ-ધબ્બા, કરચલીઓની સમસ્યાથી રાહત અપાવીને ત્વચાને ચમકદાર બનાવે છે.