હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક, અન્ય ત્રણ જિલ્લામાં પ્રમુખ પદની પણ વરણી

0
6

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી, કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક

હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.  કૉંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. આ સિવાય કૉંગ્રેસે ત્રણ જિલ્લા પ્રમુખોની પણ નિમણૂંક કરી છે, જેમાં મહેન્દ્રસિંહ એચ પરમારને આણંદના પ્રમુખ, ધારાસભ્ય આનંદ ચૌધરીને સુરતના અને યાસીન ગજ્જનને દેવભૂમિ દ્વારકાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલના નામના પ્રસ્તાવ પર શનિવારે મહોર લગાવી દીધી છે. યુવા નેતા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે તાત્કાલિક પ્રભાવથી નિમણૂક કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા યથાવત્ રહેશે. પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસે આ જાહેરાત કરી છે.

જણાવી દઈએ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી એક વિજ્ઞપ્તિ જાહેર કરીને આ જાહેરાત કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here