Wednesday, September 29, 2021
Homeતાપ અધિકારીની નિમણૂક : એથેન્સ આવી નિમણૂક કરનારું યુરોપનું પહેલું શહેર
Array

તાપ અધિકારીની નિમણૂક : એથેન્સ આવી નિમણૂક કરનારું યુરોપનું પહેલું શહેર

ગ્રીસના એથેન્સ શહેરમાં ચીફ હીટ ઓફિસર (મુખ્ય તાપ અધિકારી)ની નિમણૂક કરાઇ છે. એથેન્સ આવી નિમણૂક કરનારું યુરોપનું પહેલું અને વિશ્વનું બીજું શહેર છે. એથેન્સ પહેલાં આ વર્ષે અમેરિકાના મિયામી-ડેડમાં ચીફ હીટ ઓફિસર નીમાયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ચીફ હીટ ઓફિસર એથેન્સને લૂ તથા ખરાબ હવામાનથી બચાવવાના ઉપાય શોધશે. તેઓ શહેરને ઠંડું રાખવા મકાનોમાં એસી જેવા ઉપાય નહીં કરે. તેનું કારણ એ છે કે એસી જેવા યંત્ર કૃત્રિમ ઊર્જાથી ચાલે છે અને ક્લાઇમેટ ચેન્જનું સંકટ વધારે છે. તેમના બદલે ફૂલ-છોડ વાવીને, ખેતીને પ્રોત્સાહન આપીને શહેરને ઠંડું રખાશે.

રસ્તા-મકાનોની ડિઝાઇન સુધારાશે. તેમના નિર્માણમાં વાતાવરણમાં તાપમાન વધારતી સામગ્રીનો ઉપયોગ નહીં થાય. એથેન્સમાં ખરાબ હવામાન અંગે માહિતી આપતી ઍપનો પહેલેથી ઉપયોગ કરાય છે. આ ઍપ એ પણ જણાવે છે કે પોતાને ગરમીમાં રહેવા લાયક કેવી રીતે બનાવી શકાય?

એથેન્સના વહીવટીતંત્રે અમેરિકા, કેનેડા અને યુરોપની ઘટનાઓમાંથી બોધપાઠ લીધો છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં ઊંચા તાપમાન સાથે લૂ છે. સંખ્યાબંધ મોત થઇ ચૂક્યા છે. અમેરિકામાં સખત ગરમીથી જંગલોમાં આગની ઘટનાઓ વધી છે જ્યારે યુરોપમાં લૂથી 2018માં 1.04 લાખ લોકોના મોત થયા હતા.

ગરમીના કારણે પર્યટકો નથી આવતા એ જ ચિંતા
એથેન્સના મેયર કોસ્ટાસ બકોયાનિસે એલેની માયરિવિલીને ચીફ હીટ ઓફિસર નિયુક્ત કર્યા. બકોયાનિસે કહ્યું કે, ક્લાઇમેટ ચેન્જની એથેન્સના લોકોના જીવન, અર્થતંત્ર પર ખરાબ અસર પડે છે. તાપમાન વધી જાય તો પર્યટકો નથી આવતા અને પર્યટકો જ અમારા અર્થતંત્રનો આધાર છે. એલેનીએ કહ્યું કે, આપણે દાયકાઓથી ગ્લોબલ વોર્મિંગની વાતો કરી રહ્યા છીએ પણ આપણે ગરમી સાથે બહેતર જીવન જીવવા અંગે વાત ન કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments