દહેગામ : તલોદ ખાતે ફરજ બજાવતા મામલતદારની ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન પ્રમુખ તરીકે નિમણૂક.

0
31

તલોદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારની ગુજરાત રાજ્યના મામલતદાર એસોસિએશન પ્રમુખ તરીકે નિમણૂક.
તાલુકાની જનતાએ તેને આવકારી અભિનંદન શુભેચ્છાઓ પાઠવી.
તાલુકાના કર્મચારીઓ અધિકારીઓ અને જનતામાં ખુશી વ્યાપી જવા પામી.

 

 

તલોદ ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સ્થાનિક મામલતદાર તરીકે ફરજ બજાવતા અગરસિંહ એમ ચૌહાણની ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન પ્રમુખ તરીકે બિન હરીફ વરણી થતાં તલોદની જનતામાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. અને મામલતદાર શ્રી તાલુકાની જનતા સાથે ખૂબ જ સુમેળ ભર્યા વાતાવરણમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી પ્રજાના ખભે ખભા મિલાવી ખુબજ સંતોષકારક પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના મામલતદાર એસોસિએશન પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ અણિયોર ગામના માજી સરપંચ રણજીતસિંહ ઝાલાએ તેમની પ્રસંશનીય કામગીરીને બિરદાવી છે. અને તાલુકાના આવા અધિકારીને પાઘડીમાં નવું પીંછુ ઉમેરાતા ચારે બાજુથી અભિનંદન વર્ષા વરસી રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here