Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે નીરવ ઠક્કરની નિમણૂંક

અમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે નીરવ ઠક્કરની નિમણૂંક

અમદાવાદ આચાર્ય સંઘના હોદ્દેદારોની ત્રણ વર્ષે નિમણૂક કરવામાં આવે છે. ત્યારે 2021માં જુના હોદ્દેદારોની નિમણૂક પુરી થતા સર્વાનુમતે હોદેદારો અને કારોબારી સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે, સામાન્ય રીતે તો ચૂંટણી દ્વારા નિમણૂંક થાય છે પરંતુ કોઈ સભ્યનો વિરોધ ના હોય તો સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવે છે.

જેમાં આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે ડૉ. નીરવ ઠક્કર, પ્રમુખ રાકેશ પંડ્યા, મહામંત્રી હાર્દિક પટેલ તેમજ ચાર ઉપપ્રમુખ, ચાર મંત્રી, બે સંગઠન મંત્રી, મહિલા ઉપપ્રમુખ, મહિલા મંત્રી, મહિલા સંગઠન મંત્રી, ખજાનચી અને દસ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી સુનિલ ગુગલાનીની કામગીરીથી તમામ નવ નિયુક્ત સભ્યો તથા હાજર સભ્યોએ સંતોષ દાખવ્યો હતો અને નિમણૂક કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular