અમદાવાદ : પૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલની NCPના પ્રદેશ પ્રવક્તા અને મહિલા વિંગના પ્રદેશ અધ્યક્ષ પદે નિયુક્તિ

0
5

અમદાવાદ. NCP(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ)એ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર રેશ્મા પટેલને ગુજરાત પ્રદેશ પ્રવક્તાની જવાબદારી સોંપી છે. તેની સાથે સાથે તેમને ગુજરાતની મહિલા વિંગ(નેશનાલિસ્ટ મહિલા કોંગ્રેસ)ના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.

આ અંગે રેશ્મા પટેલે જણાવ્યું કે, અમારી પાર્ટી NCPએ મને ગુજરાતની મહિલાવિંગના પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપી છે. એના માટે હું NCPના વરિષ્ઠ નેતા શરદ પવાર, પ્રફુલ પટેલ, જયંત પટેલ(બોસ્કી), ડૉ. ફૌઝીયા ખાન અને NCP ટીમનો આભાર વ્યક્ત કરું છું. હું આ જવાબદારીને પૂરી નિષ્ઠાથી નિભાવીશ અને રાષ્ટ્રહિત, જનહિતના કાર્યો કરતી રહીશ.