સાબરકાંઠા : પ્રાંતિજ પોલીસના પડખે ફરજ બજાવતા TRB જવાનની ઇમાનદારીની પ્રશંસા.

0
11

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના પડખે ફરજ બજાવતા ટીઆરબી જવાનની ઇમાનદારીની ચારેય ઓર પ્રશંસા.

પ્રાંતિજ ખાતે TRB જવાની ઇમાનદારી.
ફરજ દરમ્યાન પૈસા ભરેલી થેલી મળતા મુળ માલિકને પરત કરી.
TRB જવાનની ઇમાનદારીની પ્રાંતિજ પી.આઇ એ પ્રશંસા કરી.
પ્રાંતિજ પી.આઈ એ આવા જવાનને લઇને ગૌરવ અનુભવ્યો.

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર ફરજ બજાવતા TRB ના જવાનની ઇમાનદારી થી પ્રાંતિજ પી.આઇ તથા પ્રાંતિજ પોલીસ સ્ટાફ ના જવાનો પણ હાલ TRB જવાન રાકેશભાઇ ની ઇમાનદારી ને લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. વાત જાણે એમ છે કે લોકડાઉનનું ઉલ્લંધન કરતા  ડીટેઇન થયેલ વાહનોને આરટીઓ દ્વારા જેતે પોલીસ સ્ટેશનને દંડ લઇને વાહનોને છુટા કરવા માટે સુચના કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનને પણ પ્રાંતિજ પી.આઇ ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસે ડીટેઇન થયેલ વાહનોને છોડવામાં માટે વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ટીઆરબી ના જવાનોને વ્યવસ્થાના ભાગ રૂપે ઉભા રાખવામાં આવ્યા હતા.

બાઈટ :  રાકેશભાઈ પરમાર (ટીઆરબી જવાન )

તે દરમ્યાન ડીટેઇન થયેલ વાહન ચાલક પોતાનું બાઇક છોડાવવા આવેલ મલેકભાઇ પઠાણ કે જેવોની પૈસા ભરેલ થેલી પડી ગઇ હતી તો ફરજ બજાવી રહેલ TRB ના જવાન રાકેશભાઇ ને થેલી મળી હતી અને તેમાં પૈસા હતા. તેમણે તે થેલી પ્રાંતિજ પી.આઇ ને આપી તપાસ કરી તો તેમાં દશ હજાર થી પણ ઉપર રકમ હતી. અને ત્યારબાદ તે થેલી ના મુળ માલિક નો સંર્પક કરી તેને પોલીસ સ્ટેશનમાં બોલાવીને TRB જવાન રાકેશભાઇ ને સાથે રાખી ને મુળ માલિક મલેકભાઇ પઠાણ ને પૈસા વાળી થેલી પરત કરી હતી. પૈસા પરત મળતા માલિક મલેક પઠાણ ખુશખુશાલ થઇ ગયાં હતા અને તેવો એ પ્રાંતિજ પી.આઇ તથા TRB જવાન રાકેશભાઇનો ખુબ આભાર માન્યો હતો.

બાઈટ : મલેક પઠાણ ( મૂળ માલિક )

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here