બનાસકાંઠા : દિયોદર માં ચાલતી VSSM  સંસ્થા ની સરાહનીય કામગીરી…

0
12
સમગ્ર ગુજરાતમાં કોરોના નો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે જો કે દિન પ્રતિદિન કોરોના ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ નિર્ણયો લઇ કોરોના ને ડામવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે વિવિધ સંસ્થાઓ દ્વારા  માનવતા જોવા મળી રહે છે. ત્યારે બનાસકાંઠા માં ચાલતી એક vssm સંસ્થા  જે કોરોના ના કાળ માં ગરીબોને સ્મિત આપી રહી છે વાત કરી આ સંસ્થા વિશેની તો બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં નિરાધાર , વિધવા, વિકલાંગ, તેમજ જરૂરિયાત મંદ પરિવારોને કિટો નું વિતરણ  કરવામાં આવી રહ્યું છે.બનાસકાંઠા જિલ્લા ના તમામ તાલુકા માં વિચરતા સમુદાય સમર્થન મંચના કાર્યકરો નારણભાઈ રાવળ દ્વારા જરૂરિયાત મંદોને કીટ આપવામાં આવી રહી છે.
આ સંસ્થા બનાસકાંઠા જિલ્લાના નાનામાં નાના ગામડા સુધી જરૂરિયાતમંદ પરિવારો ને મદદ કરી રહી છે.આ સેવાકીય  કાર્ય માં ઈશ્વર ભાઈ રાવળ, ભુપેશ ત્રિવેદી, વિક્રમ સિંહ ઝાલા, સહિત લોકો આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. જો  કે જિલ્લા ના કોઈ પણ વિસ્તાર માં જરૂરિયાત ઉભી થાય તો જિલ્લા વહીવટી તંત્ર સેવાભાવી સંસ્થાઓ, સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા લોકો અને vssm સંસ્થા સાથે મળી કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ સંસ્થા દ્વારા નિરાધાર લોકો ને ડોર ટુ ડોર જઈ ને ૫ કિલો લોટ,૧ કિલો મગ દાળ,૧ કિલો ચણા દાળ,૧ કિલો તેલ,૧ કિલો ગોળ,૨ કિલો બટાટા,૩ કિલો ચોખા ,મીઠું,હળદર, મરચું સહિત કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here