Wednesday, November 30, 2022
Homeગુજરાતજામનગરમાં એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગર શહેરના ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1 હજાર 837 યુવાનોને રોજગાર નિમણૂક પત્રો તેમજ 145 યુવાઓને એપ્રેન્ટિસશિપ કરાર પત્રો એનાયત કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, રોજગારવાચ્છુ યુવાઓને પોતાની લાયકાત તથા કાર્યક્ષમતા અનુસાર રોજગાર મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો હતો. યુવાનો પગભર બને તથા આર્થિક રીતે તેઓની ઉન્નતિ થાય તે માટે સરકાર યુવાઓને વ્યવસાયલક્ષી તાલીમ તેમજ સ્ટાઇપેન્ડ સહિતની સુવિધાઓ પુરી પાડે છે અને આગળ જતાં યુવાઓને પોતાનો વ્યવસાય વિકસાવવા લોન, સબસીડી વગેરે માધ્યમથી યોગ્ય મદદ પુરી પાડે છે. વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વાયબ્રન્ટ ગુજરાત, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરેના માધ્યમથી ઔદ્યોગિક ક્રાંતિ આણી છે. જેના થકી વિપુલ પ્રમાણમાં યુવાઓ માટે રોજગારીની તકો ઉભી થઇ છે અને તેથી જ ગુજરાત આજે રોજગારી પુરી પાડવામાં સમગ્ર દેશમાં નંબર વન બન્યું છે. મંત્રીએ આ તકે ઉપસ્થિત યુવાઓને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ રોજગાર લક્ષી યોજનાઓની માહિતી આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. જ્યારે કાર્યક્રમમાં મહાનુભાવોને રોજગાર અધિકારી સાંડપાએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા. તેમજ કાર્યક્રમની આભાર વિધિ જામનગર આઇ.ટી.આઇ.ના આચાર્ય બોચીયાએ કરી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, મહિલા આઇ.ટી.આઇ.ના આચાર્ય જે.એસ.વસોયા. ગુલાબનગર આઇ.ટી.આઇ.ના આચાર્ય ગાગીયા, લેબર ઓફિસર રામી, કોર્પોરેટરો, નોકરીદાતાઓ, રોજગાર કચેરી, આઈ.ટી.આઈ. તથા મહાનગરપાલિકાનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં યુવા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular