Tuesday, September 21, 2021
Homeમંજૂરી : ગીર સોમનાથના કલેકટર આર.જી.ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની...
Array

મંજૂરી : ગીર સોમનાથના કલેકટર આર.જી.ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી

ગીર સોમનાથ જિલ્લા કલેકટર આર.જી.ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ત્રણ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ.88.94 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જિલ્લાના છેવાડાના તથા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે સરકારની અનેક યોજનાઓ અને વિભાગો કામ કરી રહ્યા છે. દરમ્યાન જિલ્લા સેવા સદન ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરની હાજરીમાં મળી હતી. જેમાં સુત્રાપાડા તાલુકાના થરેલી ખાતે રૂ.49.69 લાખ, ગોરખમઢી ગામે રૂ.19.16 લાખ અને નવાગામ ગામે રૂ.20.09 લાખના ખર્ચે પીવાના પાણી માટેના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા, પાણીનો ખુટતો સ્ટોરેજ, ઘટતી પાઇપલાઇનના કામો કરવામાં આવશે.

આ ઉપરાંત નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત 760 નવા પાણીના કનેકશન આપવામાં આવ્યા છે. બેઠકમાં ડીડીઓ રવીન્દ્ર ખતાલે, વાસ્મો યુનિટ મેનેજર એમ.એસ.જાદવ, કોર્ડીનેટર હરેશભાઇ કામળીયા, નાયબ મેનેજર મુકેશભાઈ બલવા, અંબુજા ફાઉન્ડેશનના દલસુખ વઘાસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments