રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી અપાઇ, 20 લોકો હાજર રહી શકશે, વરઘોડો, જમણવાર કે દાંડિયારાસને મનાઇ

0
6

રાજકોટ. કોરોનાના કહેરને લઇ લોકડાઉનમાં લોકોએ કામ વગર બહાર નીકળવાની પણ મનાઇ છે. લોકડાઉનના 43મા દિવસે આજે પણ લોકો કામ વગર બહાર નીકળતા નથી. એવામાં અગાઉથી જેમના લગ્ન અને સગાઈ લેવાયા હતા તેઓએ પણ તારીખ કેન્સલ કરાવી નાખી છે. પરંતુ આજે નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી આપવામાં આવી છે. 20 લોકોએ લગ્નવિધિ માટે પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે. લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી આપવી પણ ફરજિયાત રહેશે. એ સિવાય લગ્નમાં વરઘોડો, દાંડીયારાસ કે જમણવાર રાખી શકાશે નહીં. રાજકોટમાં આજે પણ બે પોઝિટિવ આવતાં કુલ આંક 64 સુધી પહોંચી ગયો છે. જો કે રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે એક નવો કેસ રાજકોટ શહેર વિસ્તારમાં જંગલેશ્વર બહાર મનહરપ્લોટમાં જોવા મળતાં તંત્રમાં એક મોટી ચિંતા જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here